પુણા-કુંભારીયાના ધંધાર્થી પાસે GST પેટે રૃા.5લાખની વસુલી


-સુરત,બુધવાર

 બોગસ બીલીંગની શંકાથી તપાસ કરાઇ રૃા.40 લાખનું ટર્નઓવર મળ્યું, ટીન નંબર રદ કરાયો

છેલ્લાં
થોડા સમયથી સુસ્ત રહેલા જીએસટી વિભાગે ફરી સક્રીયતા દાખવી હોય તેમ પુણા કુંભારીયાના
એક વેપારીનું કુલ રૃ.40 લાખના ટર્ન ઓવર પર ચુકવવા પાત્ર થતાં રૃ.5 લાખની ટેક્સ વસુલાત
કરી છે.

બોગસ
બીલીંગના આધારે કાગળ પર માલની સપ્લાય દર્શાવીને કરોડો રૃપિયાની આઈટીસી ઉસેટવાના
કેસોનો પર્દાફાશ કરવામાં થોડા સમયથી સુસ્ત રહેલા જીએસટી વિભાગે વધુ એકવાર કવાયત
હાથ ધરી છે.સુરતના પુણા કુંભારીયા વિસ્તારના એક ધંધાર્થીના ધંધાકીય સ્થળો પર બોગસ
બીલીંગની આશંકાના આધારે તપાસ હાથ ધરીને જીએસટી વિભાગે 40 લાખનું ટર્ન ઓવર શોધી
કાઢ્યું છે.પુણાકુંભારીયાના વેપારી પાસેથી ટર્ન ઓવર પર ચુકવવા પાત્ર થતાં રૃ.5 લાખની ટેક્સની વસુલાત કરી તેનો ટીન નંબર રદ કરી દેવામાં આવ્યો છે.

ભાવગરમાં બોગસ બીલીંગની તપાસનો રેલો સુરતમાં, અડાજણનું સરનામું બોગસ નિકળ્યું

     

ભાવનગરના બોગસ બીલીંગના કરોડો રૃપિયાના વ્યવહારોના સંદર્ભે
અડાજણ પાટીયાના એક ધંધાર્થીના ધંધાકીય સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે
એડ્રેસ બોગસ નીકળ્યું હોઈ મૂળ ધોરાજીના વતની તથા સુરતના એક વેપારીના ધંધાકીય વ્યવહારો
પર જીએસટી વિભાગની બાજ નજર છે.જે વેપારીએ એક જ મહીના પહેલાં જીએસટી નંબર લઈને
કોઈપણ જાતના માલની સપ્લાય કર્યા વિના બોગસ બીલીંગના વ્યવહારો ઓનલાઈન મોનીટરીંગમાં
ઝડપાયા છે.જેથી આગામી દિવસોમાં બોગસ બીલીંગ સાથે સંકળાયેલા અન્ય વેપારીઓ પર જીએસટી
વિભાગની તપાસની તવાઈ આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s