સુરતમાં કોરોના કાળમાં પણ 908 દર્દીઓએ હિપેટાઇટીસની સારવાર લીધી

xe "ytsu rJµ rnvuxtRxem r’Jm"

આજે વિશ્વ હિપેટાઇટીસ દિવસ

– હિપેટાઇટીસની સારવાર નહી કરાવવથી લિવરનું
કેન્સર થઇ શકે છે
: રસીથી બચી શકાય છે

        સુરત:

હિપેટાઇટીસ
એક પ્રકારની જીવલેણ બિમારી હોવાથી દરેક લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે
28 જુલાઇના રોજ વર્લ્ડ
હિપેટાઇટીસ ડે મનાવવામાં આવે છે.  કોરોના
મહામારી દરમિયાન દોઢ વર્ષમાં આ બિમારીમાં સપડાયેલા
908
દર્દીઓને સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

હિપેટાઇટીસ
બિમારી ખાસ પાંચ પ્રકારની હોય છે. જેમાં હિપેટાઇટીસ એ થી ઇ વર્ગમાં એ અને ઇ દુષિત
પાણી અને ખરાબ ખોરાકથી જ્યારે  બી-સી-ડી
હિપેટાઇટીશ અસુરક્ષિત સંબંધ રાખવાથી
,
બ્લડથી અને ઇન્જેકશન વગેરે દ્વારા થાય છે.હિપેટાઇટીસ એ અને બી રસી
મુકાવી વાયરસના ચેપથી બચી શકાય છે. જોકે સરકાર દ્વારા આગામી માસમાં આ બિમારીની દવા
સુરત નવી સિવિલ ખાતેથી દર્દીઓને મળી શકશે. હિપેટાઇટીસની સારવાર નહી કરાવવથી
લિવરનું કેન્સર થઇ શકે છે.એવુ નવી સિવિલના મેડીસીન વિભાગના ડો.પ્રિયંકા શાહે કહ્યુ
હતુ.

<

p class=”12News”>સુરતમાં
કોરોના કાળ દરમિયાન હિપેટાઇટીસમાં વર્ષ
2020મા નવી સિવિલમાં 524 અને સ્મીમેરમાં 29 જયારે વર્ષ 2021માં સિવિલમાં 285 અને સ્મીમેરમાં 39 
મળી દોઢ વર્ષમાં દરમિયાન બંને હોસ્પિટલમાં કુલ
908 જેટલા
દર્દી સારવાર માટે આવ્યા હતા.જયારે પાલિકાના ચોપડે આ બિમારીમાં વર્ષ
2019માં 310, 2020માં 77 અને 2021માં 39 દર્દી નોધાયા હતા. આ રોગના લક્ષણોમાં વ્યકિતને
વધારે થાક લાગવો
, જીવ ગભરાય, ઉલ્ટી,પેટનો દુઃખાવો, ઘાટા પીળા રંગનો પેશાબ વગેરે છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s