ફેસબુક પર જાહેરાત જોઇ સંર્પક કર્યા બાદ છેતરાયા: વાર્ષિક 2 ટકાના વ્યાજે 18 લાખની લોનની લાલચ આપી ભેજાબાજે 1.89 લાખ પડાવ્યા


– લોન એપ્રૃવલનો લેટર વ્હોટ્સઅપ કરી ફાઇલ ચાર્જ, એડવાન્સ હપ્તા, લોન ઇન્સ્યોરન્સ અને GST ના નામે રકમ ટ્રાન્સફર કરાવી લીધી

સુરત
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા ડાઇંગ મીલના કર્મચારીને ફેસબુકના માધ્યમથી વાર્ષિક 2 ટકાના વ્યાજ દરે રૂ. 18 લાખની લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજે ફાઇલ ચાર્જ, એડવાન્સ લોન હપ્તા સહિતના અલગ-અલગ ચાર્જીસના નામે રૂ. 1,89,523 ની રકમ ઓનલાઇન ટ્રાન્ફર કરાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાય છે.
શહેરના કમેલા દરવાજા સ્થિત પંકીલ ટેક્સટાઇલ નામની ડાઇંગ મીલમાં નોકરી કરતા વિપુલ બળવંત દુધવાલા (ઉ.વ. 39 રહે. એલ 302, વૈષ્ણોદેવી સ્કાય, જહાંગીરપુરા) એ 14 જુને ફેસબુક પર લોન અંગેનું સર્ચ કરી ધનલક્ષ્મી ફાઇનાન્સ કંપનીની વાર્ષિક 2 ટકાના વ્યાજ દરની લોનની જાહેરાત મોબાઇલ નં. 9671707284 પર સંર્પક કર્યો હતો. મોહન શર્મા નામના ભેજાબાજે ફોન રિસીવ કરતા વિપુલે લોન અંગેની વાતચીત કરી હતી. શરૂઆતમાં મોહન શર્માએ 10 લાખની લોન મંજૂર થશે એમ કહી વ્હોટ્સઅપ પર ફાઇનાન્સ કંપનીનો લોન એપ્રૃવલનો લેટર વ્હોટ્સઅપ પર મોકલાવ્યો હતો. જો કે વિપુલે 18 લાખની લોનની ડિમાન્ડ કરતા મોહને મારા સાહેબ જોડે વાત કરૂ છું એમ કહી થોડી વારમાં 15 વર્ષ માટે 2 ટકાના દરે માસિક રૂ. 13,011 ના હપ્તાથી રૂ. 18 લાખની લોન મંજૂરીનો લેટર વ્હોટ્સઅપ મોકલાવ્યો હતો.

પરંતુ લોન પ્રોસેસ માટે બે હપ્તા એડવાન્સ ભરપાઇ કરવાનું કહેતા વિપુલે ઇન્કાર કર્યો હતો. જેથી મોહને તેના સાહેબ સંજીવકુમાર સાથે વાતચીત કરાવી આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકનું છે મહિનાનું સ્ટેટમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા. ત્યાર બાદ મોહને ફાઇલ ચાર્જ પેટે રૂ. 1501, એડવાન્સ હપ્તાના રૂ. 26,022, લોન એમાઉન્ટના 2 ટકા લેખે જીએસટી મુજબ રૂ. 36,000 અને 3 ટકા મુજબ લોન ઇન્સ્યોરન્સ પેટે રૂ. 54,000 તથા લોન એમાઉન્ટના 4 ટકા રકમ એડવાન્સ ભરપાઇ કરવાના બહાને રૂ. 72,000 મળી કુલ રૂ. 1,89,523 ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ લોન નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s