પિતા દારુ પીને ત્રાસ આપે છેઃ પોતે દાદી સાથે રહેવા માંગે છે


-સુરત

ચાર વર્ષ પહેલાં પત્નીથી છુટાછેડા લીધેલા પુત્રએ વૃધ્ધ માતાની જાણ બહાર 11 વર્ષની પૌત્રીને અનાથાશ્રમના હવાલે કરી હતીઃવૃધ્ધ દાદીએ સર્ચ વોરંટથી કબજો માંગ્યો હતો

પોતાના
દારૃની કુટેવ ધરાવતા અને ચાર વર્ષ પહેલાં પત્નીથી છુટાછેડા મેળવેલા પુત્રએ જાણ કે
સંમતિ વગર 11 વર્ષની પુત્રીને અનાથાશ્રમમાં મુકી દેતા વૃધ્ધ દાદીએ માસુમ પુત્રી નો
સર્ચ વોરંટથી કબજો અપાવવા માંગ કરી હતી.જેથી કોર્ટના સર્ચવોરંટના પગલે અનાથાશ્રમના
સંચાલકોએ હાજર કરેલી માસુમ કિશોરીનું નિવેદન લેતા તેણે  પિતા દારુ પીને ત્રાસ આપતા હોઈ દાદી સાથે
રહેવાની ઈચ્છા વ્યક્ત કરતાં કોર્ટે પૌત્રીનો કબજો વૃધ્ધ દાદીને સોંપવા હુકમ કરતાં
દાદી-પૌત્રીનું મધુર મિલનથી હ્દયદ્વાવક દ્વશ્યો છવાયા હતા.

ઉધના વિસ્તારમાં
રહેતી 54 વર્ષીય વૃધ્ધા જીજાબેને પોતાની 11 વર્ષીય પૌત્રીનો રૃસ્તમપુરાના ઢીંક ચીકા
હાઉસ (અનાથાશ્રમ)ના ગેરકાયદે કબજામાં રહેલી સગીર પૌત્રીનો સર્ચ વોરંટથી કબજો સોંપવા
કોર્ટમાં ધા નાખી હતી.જેની સુનાવણી દરમિયાન અરજદાર વૃધ્ધા તરફે વિલાશ પાટીલે જણાવ્યું
હતું કે અરજદારના સૌથી મોટા પુત્ર શાંતિલાલે પોતાના બાર વર્ષના લગ્નજીવન બાદ આજથી ચાર
વર્ષ પહેલાં પોતાની પત્નીથી છૂટાછેડા લીધા હતા.જેથી ત્રણ પૈકી એક સંતાનનો કબજો પત્ની
પાસે તથા અન્ય બે સગીર સંતાનનો કબજો પતિ શાંતિલાલે રાખ્યો હતો.જો કે અરજદાર વૃધ્ધાના
પુત્રને દારુની લત લાગી હોઈ બંને સંતાનોનો ઉછેર વૃધ્ધ દાદી કરતા હતા.પરંતુ આજથી એકાદ
મહીના પહેલા પોતાની 11 વર્ષીય પુત્રીને લાલચ આપી પોતાની વૃધ્ધ માતાની જાણ બહાર પોતાની
સાથે લઈ જઈને પુત્રએ અનાથાશ્રમના હવાલે કરી હતી.જે  સગીર પૌત્રીનો દાદી પર ફોન આવ્યો હતો કે મને અહીંયા
મારા પિતા અનાથાશ્રમમાં મુકી ગયા છે.મારે તમારી સાથે રહેવું છે.

જેથી
ફરિયાદી વૃધ્ધાએ અનાથાશ્રમમાં જઈને પોતાની પૌત્રીને મળવા દેવા તથા  કબજો સોંપવા માંગ કરતાં અનાથાશ્રમના સંચાલકોએ ઈન્કાર
કરતાં ન્યાય માટે કોર્ટમાં ધા નાખી હતી.જેથી કોર્ટે અરજદાર વૃધ્ધાની સગીર પૌત્રીને
સાથે હાજર રહેવા અનાથાશ્રમના સંચાલકને સર્ચ વોરંટ ઈસ્યુ કર્યું હતુ.જેથી કોર્ટમાં
હાજર થયેલી સગીર પૌત્રીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પિતા દારુ પીને ત્રાસ આપે
છે.પરંતુ પોતે દાદી સાથે રહેવા માંગે છે.જેથી કોર્ટે વૃધ્ધ દાદીને તેની પૌત્રીનો
કબજો સોંપતા કોર્ટ સંકુલમાં દાદી-પૌત્રીના મિલનથી લાગણી ભીના દ્વશ્યો છવાયા હતા.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s