હલકી ગુણવત્તાના લિગ્નાઇટને લીધે કાર્બન ટ્રેડિંગમાં ઉદ્યોગકારોને પેનલ્ટીનો ભોગ

-સુરત
આવેલા જીએમડીસીના ચેરમેનને રજૂઆતઃ લિગ્નાઇટ કોલના પ્રશ્ને ઉદ્યોગ સંગઠનોના સભ્યો સહિતની
કમિટી રચાશે

        સુરત સોમવા

ઉદ્યોગને
પુરો પાડવામાં આવતો લિગ્નાઈટનો જથ્થો હલકી ગુણવત્તાનો હોવાને કારણે
, ઉદ્યોગકારોને મોંઘો પડે
છે. પરંતુ સાથોસાથ કાર્બન ટ્રેડિંગમાં પેનલ્ટીનો ભોગ બનવું પડે છે. ડાઇંગ -પ્રોસેસીંગ
એકમોના લિગ્નાઇટ સંબંધી પ્રશ્નો ઉંગે સુરત આવેલા જીએમડીસીના ચેરમનને રજૂઆત કરવામાં
આવી હતી.

ડાઇગ
પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને સ્પર્શતા લિગ્નાઇટ કોલના પ્રશ્રોના મુદ્દે ગુજરાત મીનરલ
ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડી રૃપવંત સિંગ સમક્ષ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ
એસો.ના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ રજૂઆત કરી હતી. નવા રજિસ્ટ્રેશન માટેની અરજીનો
ઝડપથી નિકાલ કરવામાં આવે તેમજ ખાણો માટેની લીઝ સમયસર રિન્યુ કરવામાં આવે તે જેથી
માલનો પુરવઠો જળવાઈ રહે. માલ ખૂબ જ હલકી ગુણવત્તાનો આવે છે જે ખૂબ મોંઘુ પુરવાર
થાય છે તેમજ એમીશન ટ્રેડીગ સ્કીમમાં જોડાયેલ યુનિટોને કાર્બન ટ્રેડિંગમાં પણ
મુશ્કેલી પડે છે. તેમને પેનલ્ટીનો ભોગ બનવું પડે છે.

ડીલીવરી
ઓર્ડર માટે અન્ય બેંક દ્વારા ચુકવણી કરવાને બદલે સીધું જીએમડીસીના ખાતામાં આરટીજીએસ
અથવા એનઇએફટી દ્વારા ચૂકવણીની વ્યવસ્થા કરવા
,
બધા યુનિટોને નાના અને મધ્યમ કક્ષાના ઘણી તે પ્રમાણે કિંમત લેવા
રજૂઆત થઇ હતી. ઘણા યુનિટો પાસેથી મોટા યુનિટોમાં ગણતરી કરી ઉંચો ચાર્જ વસુલવામાં
આવે છે. ઉદ્યોગને લિગ્નાઇટ કોલ માટે નડતી મુશ્કેલી અંગે ઉદ્યોગસંગઠનના પાંચ
સભ્યોને સામેલ કરી ટુંક સમયમાં એક કમિટી રચવાની જાહેરાત રૃપવંતસિંગે પ્રશ્નોત્તરી
દરમિયાન કરી હતી. કમિટીની દર મહિને મીટિંગ કરી નિરાકરણ લવાશે એમ તેમણે આડકતરી રીતે
જણાવ્યું હતું.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s