કારગીલ યુધ્ધ જીત્યા એનો આનંદ તો ખરો પણ જે સૈનિકો ગુમાવ્યા તેનો રંજ આજે પણ છે


 પાકિસ્તાની સૈનિકોનો ખાત્મો
બોલાવનાર જવાન સુરતના મહેમાન બન્યા

– સિપાહી ધર્મેન્દ્રસિંહ વાળા કારગિલ યુદ્ધ વેળા રજોરી રેન્જમાં
મોટર પ્લાટુનમાં હતા ઃ ટીમે ૩ વર્ષમાં ૫૫થી વધુ ઉગ્રવાદીઓને ખતમ કર્યા

      સુરત, :

 જો એક મિનિટ પણ વધારે મોડુ થાય તો સામેથી આવતી
ગોળીને છાતી પર રોકવી મુશ્કેલ પણ સમયસર કામ પતાવીને જગ્યા પર આવી ગયા ત્યારે રાતના
ઘોર અંધકારમાં પણ અંદર દેશ માટે કંઇક કર્યાના તેજ લીસોટા પડી રહ્યા હતા.
કારગિલ યુદ્ધમાં
મોતને હથેળી પર લઇને લડેલા અને કારગિલ વિજયદિને સુરતના મહેમાન બનેલા વીર જવાન
ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળાએ આ શબ્દો કહ્યા હતા.

રાજકોટનાં
ઉપલેટા તાલુકાનાં ચરેલીયા ગામના મૂળ વતની ધર્મેન્દ્રસિંહની સાથે થયેલી વાચચિત
તેમના જ શબ્દોમા પ્રસ્તુત છે
,
મને બાળપણથી બે જ શોખ અને ક્રિકેટ અને આર્મી. ધીરે ધીરે
ક્રિક્રેટની બાઉન્ડ્રી દૂર થઇ ગઇ અને આર્મી આંખને સામે આવી ગઇ. ધો-૧૦માં આર્મીની
ભરતીમાં પરીક્ષા આપી પણ ઉંમર ઓછી પડી ત્યારબાદ ધો-૧૨ સાયન્સ પાસ કરીને એકપણ જગ્યાએ
જોબ માટે અપ્લાય ન કર્યુ કેમ કે ફોકસ આર્મી જ હતી. દરમિયાન જામનગર ખાતે પરીક્ષા
આપતા પહેલા જ પ્રયત્ને પાસ થયો. ૨૭ એપ્રિલ ૧૯૯૩માં જોઇનીંગ લીધા બાદ જબલપુરમાં ૯
મહિના ટ્રેનિંગ થઇ. ત્યારપછી ગુજરાતી ગ્રેનેડીયર ગૃપમાં ચંદીગઢ ખાતે અને ત્રણ વર્ષ
બાદ ૧૯૯૭માં કાશ્મીર ખાતે રજૌરીમાં પોસ્ટીંગ મળ્યું.

કારગિલ
યુદ્ધ શરૃ થયુ ત્યારે બહેનના લગ્ન હોવાથી રજા પર વતન હતો. ત્યારે ન્યુઝ દ્વારા જાણ
થઇ એટલે સૈનિક દિલ કેમ હાથમાં રહે. અધિકારીઓએ બોલાવ્યા ન હતા છતાં મારે સરહદ પર
હોવુ જોઇએ એ મનના ભાવથી હું ફરજ પર પહોંચી ગયો. મોટર પ્લાટુનમાં મારી ડયુટી હતી. એ
સમયે અમારુ સ્થળ પાકિસ્તાનની બોમ્બબારીથી બરબાદ થઇ જતા લોકેશન બદલીને એક જ રાતમાં
સતત સાત કલાક મહેનત કરીને નવુ બંકર બનાવી દીધુ એટલુ જ નહી ૪-૪ ફૂટ સુધી માટી પણ
ચઢાવી દીધી. આખુ કારગિલ યુદ્ધ આ ટેમ્પરરી બંકરમાંથી જ લડયા હતા. મને બરાબર યાદ છે
, ૨૭મી જૂનનો દિવસ હતો
સવારે ૮ વાગ્યા આસપાસ ઇન્ટરનેેટથી માહિતી મળી હતી કે પાકિસ્તાનની એક કેડર પર અમે
૧૦૮ જેટલા બોમ્બ ફાયર કર્યા હતા જેમાં ૨૨ જેટલા પાકિસ્તાનો સૈનિકોના મોત થયા હતા.
દોઢ મહિનાથી વધુ સમયનો આ ગાળો જીવનમાં ક્યારેય નહી ભૂલાય તેવો છે. કારગિલ યુદ્ધ
આપણે જીત્યા એનો આનંદ તો ખરો પણ આપણે જે સૈનિકો ગુમાવ્યા તેનો રંજ આજે પણ છે

સૈનિક તરીકે ખુમારી અને દેશવાસીઓ માટેની લાગણી ધર્મેન્દ્રસિંહની
આંખોમાં સ્પષ્ટ જણાઇ આવતી હતી. દેશની કથળી રહેલી લોકશાહીનો ગુસ્સો પણ આગ બનીને
તેમની આંખોમાં જોઇ શકાતો હતો. હાલમાં તેઓ બેંકમાં નોકરી કરે છે.

– પાકિસ્તાનની
સરહદમાં પોણો કિલોમીટર અંદર ઘૂસી ત્રણ મિનિટમાં જ ૪૬ બોમ્બ બ્લાસ્ટ કરીને આવી ગયા

રાતના અઢી વાગ્યા હતા.. પહાડી વિસ્તારમાં અંધકાર અને માઇનસ ઠંડીએ આંખો પર
કબજો જમાવેલો હતો પણ સૈનિક નિદ્રાને વશ નથી હોતો.. પાકિસ્તાનની સરહદના એક
વિસ્તારમાં પેટ્રોલ ડમ્પ અને સપ્લાય ચેન્જ ઉડાવવવાના હતા. જે પાંચ કિલોમીટરથી વધુ
રેન્જમાં હોવાથી અમારી પોસ્ટ પરથી શક્ય ન હતુ તેથી  અમે ત્રણ સૈનિકો તૈયાર થયા.. સાડા ચાર કિલોનો
એક બોમ્બ એવા ૪૬ બોમ્બ
, ૪૫ કિલોની મોટર, સાત કિલોનું પર્સનલ વેપન અને કાર્ટીજ લઇને રાતના અંધકારને ચીરતા ચીરતા
ભારતની એલઓસી પાર કરી એકદમ ધીમા પગલે પાકિસ્તાની સરહદમાં લગભગ પોણો કિલોમીટર અંદર
ઘૂસીને માત્ર ત્રણ જ મિનિટમાં ૪૬ બોમ્બ ફાયર કરીને પેટ્રોલ ડમ્પ તથા સપ્લાય
ચેન્જનો ખાત્મો બોલાવી પરત આવી ગયા.

– વોટબેંકની
રાજનિતિમાં આર્મીને ન જોડવી જોઇએ

દેશની
લોકશાહી બાબતે ધર્મેન્દ્રસિંહે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે દેશમાં દાંત વગરના સિંહ
જેવી છે. નિયમો તો છે પણ અમલવારી નથી. ગુજરાતમાં દારૃબંધી છે પણ દારૃ તો ખુલ્લેઆમ
મળે છે. હજી આપણે કાશ્મીરમાં હિંદુઓને વસાવી શકતા નથી. દેશની અંદરની હાલત જોઇએને
આત્મા તડપી ઉઠે છે. કમસેકમ વોટબેંકની રાજનિતીમાં આર્મીને ન જોડો. સરકારે આર્મીમેન
રીટાયર થયા પછી તેના તરફ ધ્યાન આપવુ જોઇએ. રાજ્યનો આરજી ૧૯૮૯થી બદલાયો નથી. જેમાં
૩૦૦૦થી વધુ આવક હોય તો આર્મીમેનને જમીન-પ્લોટ વગેરે લાભો મળી શકતા નથી. એક સામાન્ય
માણસના મૃત્યુ અને આર્મીમેનના મૃત્યુ બાદ અપાતા વળતરમાં પણ કોઇ ફર્ક નહી
? વધુમાં વધુ યુવાનો
આર્મી તરફ વળે તે માટે આ બધી બાબતો પર વિચારણા જરૃરી છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s