સુરત: પક્ષના કાર્યક્રમમાં અગ્રેસર પાલિકાના કાર્યક્રમમાં પાછળ: પાલિકાના કારગીલ વિજય દિવસના કાર્યક્રમમાં પદાધિકારીઓ ઉદાસિન

સુરત,તા.26 જુલાઈ 2021,સોમવાર 

કારગીલ વિજય દિવસે કારગીલ યુધ્ધમઆં શહીદ થયેલા સૈનિકોને શ્રધ્ધાજલી આપવાના કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓની જુથબંધી  બહાર આવી છે. સુરતના પીપલોદ ખાતે શહિદોને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમાં પાલિકાના પદાધિકારીઓ ગેર હાજર રહ્યાં હતા. ભાજપના કાર્યક્રમમાં નેતાઓની આગળ પાછળ ફરતાં પદાધિકારીઓ પાલિકાના કાર્યક્રમમાં ઉદાસિનતા દાખવી રહ્યાં છે. પાલિકાના કાર્યક્રમમાં પાછળ અને પક્ષના કાર્યક્રમાં આગળ રહેતાં પદાધિકારીઓના કારણે પાલિકાના પદાધિકારીઓમાં સંકલનનો અભાવ અને જુથબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા દર 26 જુલાઈના રોજ પીપલોદ ખાતે કારગીલ ચોક પર કારગીલ વિજય દિવસ ઉપર પુષ્પાંજલી  કરીને શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે. દર વર્ષે પાલિકાના તમામ પદાધિકારીઓ પીપલોદ જઈને શ્રધ્ધાંજલી આપે છે પરંતુ આ વખતે કાર્યક્રમમા પાલિકાના પદાધિકારીઓમાં એક માત્ર મેયર હેમાલીબોઘાવાલા જ નજરે પડયાં હતા. શહીદોને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમાં ડે. મેયર દિનેશ જોધાણી અને શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત દેખાયા ન હતા જ્યારે સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ ગણતરીની મીનીટોમાં પાછા જતાં રહ્યાં હતા. શ્રધ્ધાંજલીનો આ કાર્યક્રમમાં ભાજપની જુથબંધી હોવાનું જોરશોરમાં ચર્ચાઈ રહ્યું છે.

પાલિકા કેમ્પસમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ભાજપનો કાર્યક્રમ હોય ત્યારે સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ અને અમિતસિંહ રાજપુત નેતાઓની આસપાસ જ જોવા મળે છે.  પરંતુ પાલિકાનો કાર્યક્રમ હોય ત્યારે આ પદાધિકારીઓની હાજરી નામ પુરતી જ હોય છે. પાલિકાના પદાધિકારીઓમાં એક બીજા કરતાં ઉંચા દેખાવાવની સ્પર્ધાના કારણે  અનેક  સુઓમોટો દરખાસ્ત કરવામાં આવી રહી છે.  ભાજપના કાર્યકરોને ટેન્ડર વિના કામ આપવા માટે આ પાલિકાના પદાધિકારીઓ નિયમોને પણ નેવે મુકી રહ્યાં છે. ભાજપના કાર્યક્રમમાં અગ્રેસર રહેતાં આ પદાધિકારીઓ પાલિકાના કાર્યક્રમથી દુર ભાગતા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. તો બીજી તરફ સુરતના મેયર માત્ર ઉદ્દઘાટન અને સોશ્યલ મિડિયા માટે હોય તેવુ ચિત્ર ઉભુ થઈ રહ્યું છે. પાલિકામાં બનતા સતત આવા બનાવોને કારણે ભાજપના પદાધિકારીઓમાં સંકલનનો અભાવ અને જુથબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s