સુરતમાં પસંદગીની કૉલેજોમાં પ્રવેશ નહી મળતા વિદ્યાર્થીઓમાં રઘવાટ

– નર્મદ યુનિવર્સિટી કહે છે, સરકારમાંથી માર્ગદર્શન મુજબ નિર્ણય લીધો
છેઃ
9 કૉલેજોને ખાનગી યુનિવર્સિટીઓ સમાવવા તૈયાર નથી

– જાણીતી
કોલેજોમાં
90 ટકા થી ઉપર માર્કસ લાવનારા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે ત્રણ દિવસથી
પ્રવેશનો કોઇ નિર્ણય લેવાયો નથી

     સુરત

સુરત
શહેરની જાણીતી નવ કોલેજોમાં પ્રવેશને લઇને જે માથાકૂટો ચાલી રહી છે. તેને લઇને સૌથી
મોટુ નુકસાન વિદ્યાર્થીઓને થઇ રહ્યુ છે. નર્મદ યુનિવર્સિટી-ખાનગી યુનિવર્સિટીના સંચાલકોએ
પ્રવેશને લઇને હાથ ઉંચા કરી દીધા છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી મનપસંદ કોલેજમાં
પ્રવેશ નહીં મળતા  નિરાશ અને નાસીપાસ થયેલા
વિદ્યાર્થીઓ આક્રોશ સાથે જણાવે છે કે શુ અમને પ્રવેશ નહીં મળવા પાછળ સરકાર જવાબદાર
છે
?

નર્મદ
યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં કુલપતિની ચેર પરથી નિર્ણય લઇને સાર્વજનિક અને
વનિતા વિશ્રામ યુનિવર્સિટીની જે ગ્રાન્ટેડ કોલેજો નર્મદ યુનિવર્સિટી સાથે
સંકળાયેલી હતી. તેનું જોડાણ રદ કરી દેવાતા આપોઆપ પ્રવેશ પ્રકિયામાંથી બહાર નિકળી
ગઇ છે. સાથે જ ગુરૃવારથી શરૃ થયેલી પ્રવેશ પ્રકિયામાં શહેરની જાણીતી પી.ટી.સાયન્સ
, એસ.પી.બી, કે.પી.કોર્મસ, વી.ટી.ચોકસી લો કોલેજ સહિત નવ
કોલેજોમાં વિદ્યાર્થીઓને હવે પ્રવેશ નહીં મળતા નિરાશ થઇ ગયા છે. આ તમામ કોલેજોમાં
૯૦ ટકાથી ઉપર લાવનારા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોવાથી વિદ્યાર્થીઓમાં આક્રોશ
જોવા મળી રહ્યો છે.


કોલેજોમાં પ્રવેશ પ્રકિયા નહીં થતા કોણ જવાબદાર
? તે ચર્ચાનો વિષય બન્યો છે. નર્મદ
યુનિવર્સિટી કહે છે કે સરકારમાંથી માર્ગદર્શન આવતા આ નિર્ણય લેવાયો છે. તો શુ
સરકાર જવાબદાર છે
? બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓ આ કોલેજોને
પોતાની યુનિવર્સિટીમાં લેવા તૈયાર નથી. અને આ નવ કોલેજોના સંચાલકો અને આચાર્યો પણ
લાચાર છે કે તેઓ પોતે એડમીશન કરી શકે તેમ નથી. આથી સ્થિતિમાં જે હોશિયાર
વિદ્યાર્થી છે. તેમણે આ કોલેજમાં પ્રવેશ નહીં મળતા કારર્કિદીનું શુ થશે
? તેને લઇને ચિંતા સતાવી રહી છે.

નર્મદ
યુનિ. અને ખાનગી યુનિ.ના ગજગ્રાહમાં વિદ્યાર્થીઓનો શુ વાંક
? છાશવારે રજૂઆતો કરતા નેતાઓ
ગાયબ

<

p class=”12News”>નર્મદ
યુનિવર્સિટીમાં નાનામાં નાનો પ્રશ્ન હોય તો તુરંત જ નિકાલ લાવવા માટે
યુનિવર્સિટીમાં રજુઆતો કરતા હોય છે અને નિવેડો પણ આવતા હોય છે. એટલુ જ નહીં હવે તો
આ નેતાઓના પ્રશ્નો સીધા એકેડમીક કાઉન્સિલ અને સિન્ડીકેટમાં પહોંચે છે. આવી
સ્થિતિમાં છેલ્લા ત્રણ દિવસથી સુરતના વિદ્યાર્થીઓને  જાણીતી કોલેજમાં પ્રવેશ મળતો નથી. અને છાશવારે
રજુઆતો કરવા ટેવાયેલા નેતાઓ હાલમાં ગાયબ છે. તેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે.
કેમકે ખાનગી યુનિવર્સિટીના સંચાલકો  એમે
પ્રવેશ આપીશું. એમ છાતી થોકીને કહેતા નથી. 
અને નર્મદ યુનિવર્સિટીએ તો સીધી જ ના પાડી દીધી છે. આથી આ બન્નેની વચ્ચે
વિદ્યાર્થીઓ કયાં જાય
?
આ લડાઇમાં વિદ્યાર્થીઓનો શુ વાંક ? હકીકતમાં
શહેરના જાણીતા શિક્ષણવિદોએ આગળ આવીને વિદ્યાર્થીનો પ્રશ્ન સોલ્વ કરવો જોઇએ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s