મજૂરીના દરમાં વધારો નહીં સ્વીકારાતાં 20થી વધુ માર્કેટોમાં મજૂરોની હડતાલ

-સાલાસાર
ગેટ પાસેની ટેક્સટાઇલ માર્કેટોમાં વેપારીઓની દુકાનેથી અંદાજે 7000 પાર્સલો બહાર નિકળી
શક્યા નહી

         સુરત,    

રીંગરોડ પર સાલાસર ગેટ નજીકની
મુખ્ય ચાર માર્કેટ તથા આસપાસની મળી કુલ 22 જેટલી ટેક્સટાઇલ માર્કેટોમાં આજે મજૂરોએ
હડતાળ પાડતાં પાર્સલોનું ડિસ્પેચીગ થઈ શક્યું નહોતું. મજૂરીના દરનો ભાવ વધારો માત્ર
એક માર્કેટ મેનેજમેન્ટે સ્વીકાર્યો છે, અન્ય 21 માર્કેટ તરફથી સ્વીકારાયો નથી.

મજૂરોની ગઈ કાલે મળી ગયેલી મિટિંગમાં
નક્કી થયા મુજબ આજે સવારથી જુદી-જુદી માર્કેટમાંથી પાર્સલ ઉપાડવાનું મજૂરોએ બંધ કરી
દીધું હતું. સૂત્રોએ જણાવ્યું કે સાલાસર ગેટ નજીકની મુખ્ય ચાર પાંચ માર્કેટ ઉપરાંત
આસપાસની જુદી જુદી માર્કેટમાંથી આજે મજૂરોએ ટ્રાન્સપોર્ટ માટેના પાર્સલો ઉપાડયા નહોતાં.

પાર્સલો ઉઠાવવાની મજૂરીનો દર છેલ્લાં
4 વરસથી વધ્યો નથી. મોંઘવારી વધી છે, જ્યારે ચૂકવવામાં આવતા મજૂરીના દરમાં કોઈ વધારો
થયો ન હોવાથી મજુર સંગઠનના નેજા હેઠળ 3500થી 4 હજાર મજૂરોએ આજે કાપડબજારમાં કામકાજ
બંધ કરી દીધું હતું. દેખીતી રીતે જ વીક- એન્ડમાં પાર્સલોનુ ડિસ્પેચીગ વધુ રહેતું હોય
છે, અને તેથી આજે પાર્સલો જઇ શક્યાં નહોતાં.

માર્કેટ વિસ્તારની 22 જેટલી માર્કેટોમાં
આજે શનિવારથી પાર્સલો ઉઠાવવામાં આવ્યા નથી. જોકે મોડી સાંજ પછી સિલ્ક સિટી માર્કેટ
મેનેજમેન્ટે યુનિયન સાથે વાર્તાલાપ કરીને મજૂરીના દરમાં પાર્સલ દીઠ રુ.30નો વધારો સ્વીકારીને
પ્રશ્નનો ઉકેલ મેળવ્યો હતો. સિલ્ક સિટી માર્કેટના વેપારીઓ પંડિતને ભાવ વધારો આપવા માટે
સહમત થયા છે, એમ પાર્સલ કોન્ટ્રાક્ટર ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું.

મજૂરીના દરમાં વધારો કરવામાં આવે
એવી માંગ સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને જુદી જુદી માર્કેટ
એસો. સમક્ષ આ અગાઉ મૂકી હતી. જોકે, હડતાલ શરૃ કરવામાં આવ્યા પછી પણ ૨૧ માર્કેટ મેનેજમેન્ટે
હજુ કોઈ તૈયારી બતાવી નહીં હોવાથી સોમવારથી હડતાળ આગળ ચાલુ રહેશે, એવી જાહેરાત કરવામાં
આવી છે.

સિલ્ક સિટી માર્કેટમાં
બપોર બાદ સમાધાન થતા ૬૦૦ પાર્સલ સાંજે ઉપાડી ટ્રાન્સપોર્ટ ગોડાઉન પહોંચાડાયા

મજૂરોએ ભાવ વધારાના મુદ્દે આજે
હડતાલ પાડતા માર્કેટમાં વેપારીઓના પાર્સલો દુકાનમાંથી બહાર નીકળી શક્યા નહોતાં. 21
જેટલી માર્કેટોના અંદાજે 7000 ચલો પાર્સલો ટ્રાન્સપોર્ટ ગોડાઉન પહોંચી શક્યા નહોતાં.
જોકે, બપોર પછી સિલ્ક સિટી માર્કેટમાં સમાધાન થતાં 600 જેટલાં પાર્સલો સાંજ પછી ઉપાડીને
ટ્રાન્સપોર્ટ ઓફિસોએ પહોંચાડયા હતાં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s