સુવાલીમાં મ્યુનિ.એ કચરા માટે ડમ્પીંગ સાઇટની કવાયત કરતા ગામોનો વિરોધ


સુવાલી,
જુનાગામ, રાજગરીના  સરસંપચોની બેઠકમાં વિરોધઃ  રણનીતિ બનાવવા સોમવારે ગ્રામપંચાયતોની તાકીદની બેઠક

સુરત,

સુરત મ્યુનિ. દ્વારા સુવાલી ગામમાં
ડમ્પીંગ સાઈટ માટેની કવાયત શરૃ કરતાની સાથે જ આસપાસના ત્રણ ગામો ભેગા મળીને વિરોધ શરૃ
કર્યો છે. દરિયા કિનારે આવેલા ત્રણ ગામના સરપંચોએ આજે ભેગા મળીને પાલિકાના નિર્ણય સામે
વિરોધ કરવા માટેની રણનીતિ માટે સોમવારે ગ્રામ પંતાયતની બેઠક બોલાવી છે. ડમ્પીંગ સાઈટના
કારણે  ગામ લોકોના રોજગાર તથા સ્કુલો પર પણ
માઠી અસર પહોંચે તેવો આક્ષેપ કરવામા આવ્યો છે.

સુરત મ્યુનિ.ની ડમ્પીંગ સાઈટ માટે
સુવાલી નજીક જગ્યાની માગણી કરવામાં આવી છે. આ અંગે કોઈ નક્કર નિર્ણય થાય તે પહેલાં
જ સુવાલી તથા આસપાસના બે ગામોએ વિરોધ શરૃ કરી દીધો છે. આજે સુવાલી, રાજગરી અને જુનાગામના
સરપંચો વચ્ચે એક બેઠક થઈ હતી તેમાં એક મતે 
પાલિકાની ડમ્પીંગ સાઈટનો વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો પાલિકા
તંત્ર ડમ્પીંગ સાઈટ માટે ગામની જગ્યાની માગણી કરે તો આગામી દિવસોમાં કેવી લડત આપવી
તે માટે સરપંચો દ્વારા રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે.

આજે સરપંચોની બેઠક બાદ આગામી સોમવારે
ગ્રામ પંચાયતની તાકીદની બેઠક પણ બોલાવવામાં આવી છે તેમાં પણ ડમ્પીંગ સાઈટનો વિરોધ કરાશે.
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે પાલિકા ડમ્પીંગ સાઈટ માટે જે જગ્યા લેવા માટેની તૈયારી
કરી રહી છે તે ગામ દરિયા કિનારે આવેલું ગામ છે અને આ ગામ દરિયા અને દુધ પર નભે છે.
આખા શહેરનો કચરો અહી ડમ્પ કરવામા ંઆવે તો પશુપાલનનો વ્યવસાયને નુકસાન પહોંચવા સાથે
સાથે ગામમાં રહેતાં લોકોના આરોગ્ય સામે પણ પ્રશ્ન ઉભો થશે. આ ઉપરાંત આવિસ્તારમાં સ્કુલો
પણ આવી છે તે સ્કુલના વિદ્યાર્થીઓના સ્વસ્થ્ય સામે પણ જોખમ ઉભુ થશે. આ અંગેની તમામ
રજુઆત આજે તેઓ જિલ્લા ભાજપ પ્રમુખને કરી હતી. તેઓએ સ્પષ્ટ કહી દીધું છે કે,  જો પાલિકા આ નિર્ણય નહીં બદલશે તો આગામી દિવસોમાં
ગામ લોકો દ્વારા આક્રમક આદોલન કરવાની ફરજ પડશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s