ઈ-કોમર્સ કંપનીઓની સીસીઆઇ મારફત તાત્કાલિક તપાસ કરાવવા માંગ

-દેશના
નાના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છેઃ કેન્દ્ર સરકારે કંપનીઓ વિરુદ્ધ કડક
પગલાં લેવા જોઈએઃ
CAIT

         સુરત,     

ઇ-કોમર્સ
કંપનીના બિઝનેસ મોડલ વિરુદ્ધ કોમ્પિટિશન કમિશન આફ ઇન્ડિયા તરફથી થઈ રહેલી તપાસ અંગે
કર્ણાટક હાઇકોર્ટમાં કરવામાં આવેલી કંપનીઓની અરજી ફગાવી દેવામાં આવી હોવાથી
, હવે તાત્કાલિક તપાસ હાથ
ધરવામાં આવે એવી માંગ કન્ફડરેશન આફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કરી છે.

 કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને આવકારી ગુજરાત
ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે કહ્યું છે કે
,
હવે સીસીઆઈ વિલંબ ન કરે એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તુરંત તપાસ શરૃ
કરવામાં આવે. કેમકે ઈ-કોમર્સ કંપનીઓની તપાસ માટેનો માર્ગ મોકળો થયો છે.

વિવિધ
ક્ષેત્રમાં
, ખાસ કરીને ઈ-કોમર્સ ક્ષેત્રની વિદેશી કંપનીઓ તેમની ઇચ્છા મુજબ નિયમો અને
નીતિનું ઉલ્લંઘન કરી રહ્યાં છે
, જેનાથી દેશના નાના વેપારીઓને
મોટું નુકસાન થઈ રહ્યું છે
, તેથી હવે કેન્દ્ર સરકારે કંપનીઓ
વિરુદ્ધ તમામ સંભવિત પગલાં લઇ કડક પગલાં ભરવા જોઈએ
, એની
માગણી કરી છે

સીસીઆઈએ
જાન્યુઆરી ૨૦માં એમેઝોન અને ફ્લિપકાર્ટ વિરુદ્ધ સ્પર્ધા અધિનિયમ હેઠળ તપાસનો આદેશ આપ્યો
હતો
, જેની સામે
એમેઝોન અને ફ્લિપકાર્ટે ફેબ્આરી ૨૦માં કર્ણાટક હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. બાદમાં
સીસીઆઇએ અપીલ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટકની અદાલતને સુનાવણી કરવાનો આદેશ
આપ્યો હતો.તે પછી
, કર્ણાટક હાઇકોર્ટે ૪૦ દિવસથી વધુ સમયની સુનાવણી
કર્યા પછી
, જૂનમાં એમેઝોન અને ફ્લિપકાર્ટની અરજીને ફગાવી દીધી
હતી. જેની સામે બંનેએ કર્ણાટક હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલ કરી હતી
, જેને આજે કોર્ટે ફગાવી દીધી હતી .

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s