સુરત: વરાછા ખાતે હોસ્પિટલની બાહર પાર્ક કરેલી કારમાં આગ ભડકી ઉઠી

સુરત,તા 23 જુલાઈ 2021,શુક્રવાર

વરાછાના યોગી ચોક ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલની બાહર પાર્ક કરેલી કારમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી જતા સ્થળ ઉપર હાજર લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા ભરતભાઈના ભત્રીજાના પત્નીને પ્રસૂતિની પીડા હતા સારવાર માટે વરાછાના યોગી ચોક ખાતે આવેલી સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમના પરિવારના સભ્યો ગઈ કાલે રાત્રે હોસ્પિટલની બહાર કાર પાર્ક કરી ત્યાંજ રોકાયા હતા.

દરમિયાન આજે વહેલી સવારે કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. ત્યારે હોસ્પિટલના કર્મચારીએ તેમને જાણ કરતા તેઓ તેમજ ભત્રીજો સહિતના પરિવારના સભ્યો બહાર દોડી આવ્યા હતા જોકે તેમની નજર સામે જ કાર ભડભડ સળગી રહી હતી ત્યારે ફાયર કન્ટ્રોલને જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને થોડી જ વારમાં આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કારમા શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી હશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s