સુરત: વરાછામાં આગની ઘટનાના કોલમાં જઈ રહેલા ફાયર એન્જીન અને ટેમ્પો વચ્ચે અકસમાતમાં ફાયર ઓફિસરને ઈજા થઈ

સુરત,તા 23 જુલાઈ 2021,શુક્રવાર

વરાછા રોડ પર આવેલી એક રેસ્ટોરેન્ટમાં ગત મોડી રાત્રે આગ કોલ મળતા ફાયર જવાનો જવા નીકળ્યા હતા તે સમયે દિલ્હી ગેટ પાસે ફાયર એન્જીન અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ફાયર ઓફિસરને એક હાથના ભાગે ઇજા  થઇ હતી. જયારે અન્ય 8 જેટલા કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોડ઼ી રાત્રે વરાછા મેઈન રોડ પર સ્થિત મૈત્રી બિલ્ડીંગ પાસે આવેલી એક રેસ્ટોરેન્ટમા આગ લાગવાનો કોલ ફાયર કન્ટ્રોલ રૂમમા આપવામા આવ્યો હતો જેથી કાપોદ્રા અને ઘાંચીશેરી ફાયર સ્ટેશનથી તાત્કાલિક ફાયર એન્જીન સહિતના સાધનો સાથે ફાયર ઓફિસરો અને કર્મચારીઓનો કાફલો સ્થળ ઉપર જવાં માટે રવાના થયો હતો. ત્યારે ઘાંચીશેરી ફાયર એન્જીનમાં સબ ફાયર ઓફિસર મહેશ પટેલ અને અન્ય 8 જેટલા કર્મચારીઓ ગાડીમાં ઘટના સ્થળે નવા નીકળ્યા હતા. તે સમયે દિલ્લી ગેટ ખાતે એસટી બસ સ્ટેન્ડ પાસે દૂધનો ટેમ્પો અને ફાયર એન્જીન સાથે ધડાકાભેર અથડાયા અકસ્માત સર્જાયો હતો જેના પગલે સ્થળ ઉપર નાસભાગ મચી ગઈ હતી. જયારે ફાયર એન્જીનમાં બેઠેલા સબ ફાયર ઓફિસર મહેશ પટેલને ડાભા હાથના ભાગે ઈજા થઇ હતી. જોકે અન્ય 8 જેટલા કર્મચારીઓ બચી ગયા હતા જયારે જયારે ટેમ્પાના કલીનરને પણ ઈજાઓ થઇ હતી.

વધુમાં ફાયર ઓફિસરે જણાવ્યું હતું તેઓએ પ્રાથમિક સારવાર લીધી હતી અને અકસ્માતના સ્થળેથી તેઓ પરત ફરી ગયા હતા અન્ય ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. અકસ્માત ગંભીર હતો પણ સદનસીબે તેઓ તમામ બચી ગયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s