પ્રેમિકા સાથે ભાગી જવા કારની લૂંટ પ્રકરણ: ઓનલાઇન સર્ચમાં કાનપુર સૌથી સસ્તું શહેર જણાતા ત્યાં જવા પ્રેમીએ કાર લૂંટી હતી

– પ્રેમી અને પ્રેમિકા 10 દિવસ અગાઉ ઘરેથી ભાગી વેસુની કુમકુમ હોટલામાં રોકાયા બાદ અન્ય શહેરમાં જવા ઇન્ટરનેટ પર સર્ચ કર્યુ
– નાસ્તો લેવા હોટલની બહાર આવ્યો ત્યારે વૃધ્ધને એકલા જોઇ કાર લૂંટી લીધી, એરગન ઓનલાઇન મંગાવી હતી તે પણ ઘરેથી સાથે લઇ આવ્યો હતો

સુરત
વેસુ આગમ આર્કેડ સામે વૃધ્ધના લમણે એરગન મુકી ચાલુ કારમાંથી ફેંકી દઇ લૂંટ ચલાવનાર ડિપ્લોમાના વિદ્યાર્થી અને તેની પ્રેમિકા દસ દિવસ અગાઉ ઘરેથી ભાગી ગયા હતા અને ગુગલ તથા યુ-ટ્યુબ પર સૌથી સસ્તા શહેરનું સર્ચ કરી યુ.પી કાનપુર ભાગી જવા માટે કારની લૂંટ કર્યાની કબૂલાત કરી છે.
વેસુ આગમ આર્કેડ સામે કારમાં બેસેલા વૃધ્ધ કપૂરચંદ જૈનના લમણે એરગન મુકી ચાલુ કારમાંથી ફેંકી દઇ કારની લૂંટ ચલાવનાર ડિપ્લોમાના વિધાર્થી કશ્યપ ભાવેશ ભેંસાણીયા (ઉ.વ. 19 રહે. બી 105, સરગમ સોસાયટી, પુણા અને મૂળ. વિસાવદર, જુનાગઢ) નો ક્રાઇમ બ્રાંચ પાસેથી કબ્જો મેળવી ઉમરા પોલીસ મથકના પીએસઆઇ બી.એસ. પરમારે પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં કોલેજમાં સાથે અભ્યાસ કરતી વેળા તેઓ વચ્ચે છેલ્લા ત્રણેક મહિનાથી પ્રેમસબંધ બંધાયો હતો. પરિવારને જાણ થશે તો તેઓ વિરોધ કરશે તેવા ડરથી દસેક દિવસ અગાઉ કશ્યપ અને તેની પ્રેમિકા ઘરેથી ભાગી ગયા હતા અને વેસુ આગમ આર્કેડમાં કુમકુમ હોટલમાં રોકાયા હતા. ઘર છોડીને ભાગી જતા કશ્યપના ગુમ થયાની પુણા પોલીસ અને તેની પ્રેમિકાની ગુમ થયાની વરાછા પોલીસમાં પરિજનોએ ફરીયાદ નોંધાવી હતી. દસેક દિવસથી હોટલમાં રોકાયેલા કશ્યપને તેના પરિજનો શોધતા-શોધતા આવી પહોંચશે તેવા ડરથી તેણે ગુગલ અને યુ-ટ્યુબ પર ભારતમાં સૌથી સસ્તું રહેવા માટેના સિટી અંગે સર્ચ કર્યુ હતું. સર્ચમાં કાનપુર શહેર સસ્તું હોવાથી કશ્યપે પ્રેમિકા સાથે ત્યાં ભાગી જવાનો પ્લાનીંગ કર્યુ હતું. પરંતુ ટ્રેન કે બસમાં જશે તો પોલીસ પકડી લેશે તેવા ડરથી કશ્યપે કારમાં કાનપુર જવાનું નક્કી કર્યુ હતું. દરમિયાનમાં ગત રોજ તે નાસ્તો લેવા હોટલની બહાર આવ્યો હતો અને ત્યારે વૃધ્ધ કપૂરચંદ જૈનને કારમાં એકલા બેસેલા જોઇ એરગન લમણે મુકી કારની લૂંટ કર્યાની કબૂલાત કરી હતી.

કાર વી.આર મોલના પાર્કિંગમાં છુપાવી અને પ્રેમિકાને કહ્યું મિત્રની કાર લાવ્યો છું
કશ્યપે કાર લૂંટી લીધા બાદ ડુમ્મસ રોડના વી.આર મોલના પાર્કીંગમાં કાર પાર્ક કરી પરત હોટલ પર આવ્યો હતો. હોટલમાં પ્રેમિકાને કહ્યું હતું કે કાનપુર જવા મિત્રની કાર લાવ્યો છું એમ કહી ચેક આઉટ કરી બંને ઓટો રીક્ષામાં વી.આર મોલ ગયા હતા. જયાંથી કશ્યપ તેની પ્રેમિકા સાથે કારમાં બેસી ભાટીયા ટોલનાકા થઇ મુંબઇ હાઇવે પર નીકળ્યા હતા પરંતુ પોલીસની સર્તકતાને કારણે ઝડપાઇ ગયા હતા.

કશ્યપ અને પ્રેમિકાએ ઘરેથી રૂ. 1.50 લાખ ચોર્યા હતા, ફોન-નેટનો ઉપયોગ બંધ કરી દીધો હતો
પ્રેમસબંધનો પરિજનો વિરોધ કરશે તેવા ડરથી કશ્યપ ભેંસાણીયા અને તેની પ્રેમિકાએ ઘરેથી ભાગી ગયા હતા અને વેસુના આગમ આર્કેડની કુમકુમ હોટલમાં રોકાયા હતા. ઘરેથી ભાગતી વેળા કશ્યપે તેના ઘરમાંથી રોકડા 1.50 લાખ, પોતાના બેંક એકાઉન્ટમાંથી 20 હજાર અને શેરબજારના રોકાણની રકમ ઉપાડી હતી. પોલીસ કે પરિજનો શોધતા-શોધતા તેમના સુધી નહીં પહોંચે તે માટે બંનેએ પોતાના મોબાઇલ બંધ કરી દીધા હતા અને નેટનો ઉપયોગ પણ કરતા ન હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s