ન્યુ રાંદેર રોડ પર મસ્જિદ સામે નમાઝ માટે 100થી વધુ લોકો એક્ઠા થતા ગુનો


મૌલાના સહિતના સામે જાહેરનામા ભંગનો ગુનોઃ જાહેર રોડ પર નમાઝ વેળા માસ્ક પહેર્યા નહોતા, ડિસ્ટન્સ જાળવ્યું નહોતું

સુરત
રાંદેર ન્યુ ગોરાટ રોડ સ્થિત અલમદીના મસ્જિદ સામે વ્હેલી સવારે જાહેર રસ્તા પર જીવના જોખમે તથા માસ્ક અને સોશ્યિલ ડિસટન્સ જાળવ્યા વગર બકરી ઇદ નિમીત્તે નમાઝ પઢી રહેલા ઇમામ મૌલાના સહિત 100થી વધુ લોકો વિરૂધ્ધ રાંદેર પોલીસે એપેડમિક ડિસીઝ એક્ટ અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાંદેર ન્યુ ગોરાટ રોડ સ્થિત અલમદીના મસ્જિદ સામે અલનૂર રેસીડન્સીની બાજુમાં ગત વ્હેલી સવારે કેટલાક લોકો જાહેર રોડ પર વાહન વ્યવહારને અડચણ રૂપ બકરી ઇદ નિમીત્તે 100થી વધુ લોકો નમાઝ પઢી રહ્યા હતા. આ અરસામાં જ ત્યાંથી રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ યોગેશ ગીરનાર સ્ટાફ સાથે પસાર થઇ રહ્યા હતા. જેને પગલે પોલીસે જાહેર રસ્તામાં જીવના જોખમે અને માસ્ક પહેર્યા વગર તથા સોશ્યિલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. જેથી પોલીસે ઇમામ મૌલાના નશીરૂદ્દીન એઝાઝુદ્દીન ખાન (રહે. 3/38, રંગ અવધૂત સોસાયટી, પીપરડીવાલા સ્કુલની સામે, રાંદેર) ઉપરાંત અયુબઅલી મોહમદઅલી સૈયદ (રહે. આંબલીપુરા, મક્કા પેલેસ, રાંદેર), મોહમંદ ઇકબાલ યુસુફઅલી કુરેશી (રહે. 20, જનતા નગર સોસાયટી, રાંદેર), મોહમંદ ઉસ્માન સૈયદ (રહે. 13/5 એસએમસી કવાટર્સ, જહાંગીરપુરા), મક્સુદ ઇસ્માઇલ રાજવાણી (રહે. 301, પલ હાઇટ્સ, ન્યુ રાંદેર રોડ) સહિત 100થી વધુ લોકો વિરૂધ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s