ખાનગી કૉલેજોનું નર્મદ યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ કરવા સિન્ડીકેટ બેઠકમાં મંજુરી

– સિન્ડીકેટ સભ્યોનું બેવડું વલણઃ લડત ચલાવતા કર્મચારીઓને સવારે
કહ્યું
, અમે
તમારી સાથે છીએ
, બેઠકમાં ચૂં ચા કર્યા વગર મંજુરી આપી દીધી

          સુરત

નર્મદ
યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યોનું ખાનગી કોલેજને યુનિવર્સિટીમાંથી દૂર કરવા બાબતે
બેવડુ વલણ જોવા મળ્યુ હતુ. એકબાજુ યુનિવર્સિટી ખાતે લડત ચલાવતા કોલેજના
કર્મચારીઓને સવારે હૈયા ધરપત આપી હતી કે અમે તમારી સાથે છીએ. અને સિન્ડીકેટમાં
કુલપતિએ ચેર પરથી આ બાબત રજુ કરતા એક પણ સભ્યએ ચૂં કે ચા કર્યા વગર મંજુરી આપી
દેતા યુનિવર્સિટી ખાતે કર્મચારીઓ મોડી સાંજે પણ ઘરણાં પર બેસીને વિરોધ ચાલુ રાખ્યો
હતો.

એસ.પી.બી, કે.પી.કોર્મસ, પી.ટી.સાયન્સ, એમ.ટી.બી સહિતની નવ કોલેજોનું
યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ કરી દેતા 
કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ નો પ્રશ્ન ઉપસ્થિત થતા મોટી
સંખ્યામાં કર્મચારીઓ યુનિવર્સિટી ખાતે ઘરણા પર બેઠા હતા. આજે જોગાનુંજોગ સિન્ડીકેટ
બેઠક હોવાથી સભ્યોને પણ રજુઆત કરતા અમો તમારી સાથે જ હોવાની વાતો કરી હતી. સાથે જ
સિન્ડીકેટ શરૃ થતા પહેલા યુનિવર્સિટીના આ નિર્ણયને ફેરબદલવા માટે રજુઆત પણ કરી
હતી.

સિન્ડીકેટ
માં કુલપતિ એ ચેર પરથી શહેરની આ કોલેજો ખાનગી યુનિવર્સિટીમાં સમાવિષ્ટ થઇ હોવાથી જોડાણ
રદ કરી દેવાની બાબત રજુ કરી હતી. આ બાબતને લઇને સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીએ વિરોધ
નોંધાવ્યો હતો. તો કુલપતિએ સ્પષ્ટ જણાવી દીધુ હતુ કે ચેર પરથી જે પણ બાબતો રજુ થાય
છે
, તેમાં ચર્ચા
કે વિરોધનો કોઇ અવકાશ નથી. મંજુર જ કરવાનું હોય છે. આ બાબતની ચર્ચા પણ નહીં થાય. આટલુ
સ્પષ્ટ કહયુ હોવા છતા સવારના જે સિન્ડીકેટ સભ્યોએ મોટા ઉપાડે કર્મચારીઓને કહ્યુ હતુ
કે અમે તમારી સાથે છે. તે તમામ સભ્યોએ વિરોધમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર મંજુરીની
મહોર મારી દેતા આ કોલેજોનું જોડાણ રદ થઇ જતા આ કોલેજો પ્રવેશ પ્રકિયામાંથી પણ બહાર
નિકળી ગઇ છે.

સેકન્ડ-થર્ડ
યરના વિદ્યાર્થીઓ નર્મદ યુનિ.ના કહેવાશે
,
આચાર્યો અને શિક્ષકોને કાઢી મુક્યાઃ ભણાવશે કોણ ?

<

p class=”12News”>શહેરની
જાણીતી કોલેજોનું નર્મદ યુનિવર્સિટીમાંથી જોડાણ રદ કરી દેવાનો આજે સિન્ડીકેટ
બેઠકમાં તઘલખી નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયમાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ
માટે કમશઃ જોડાણ ચાલુ રાખવાનું નક્કી કરાયુ હતુ. મતલબ કે બીજા અને ત્રીજા વર્ષના
વિદ્યાર્થીઓ નર્મદ યુનિવર્સિટીમાં ભણી શકશે. શિક્ષણવિદો જણાવે છે કે એકબાજુ
શિક્ષકોને યુનિવર્સિટીમાંથી કાઢી મુકયા
, જોડાણ રદ કરી દીધુ. અને તે જ કોલેજના બીજા
અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને નર્મદ યુનિવર્સિટી ભણાવશે. જો શિક્ષકો જ નહીં હશે
તો કોણ ભણાવશે તે પ્રશ્ન ઉઠયો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s