કોરોનાકાળમાં માલની શોર્ટેજને લીધે રફની કિંમતોમાં 20 ટકાનો વધારો

-કોરોનાકાળ
બાદ રફનો પુરવઠો
30 ટકા સુધી ઓછો થયોઃ કારખાના ધમધમતા થતા રફની માંગ પણ વધી

સુરત,

પોલીશિગ
માટે વિદેશથી આવતાં રફના જથ્થામાં કોરોના કાળ દરમ્યાન ઘટાડો થયો હોવાથી
, શોર્ટેજને કારણે
ભાવમાં અંદાજે
20 ટકાનો વધારો આવ્યો છે. વેપારીઓ અને
કારખાનેદારોની રફની ખરીદી માટે વિદેશની ટ્રીપો પણ ઓછી થઈ હોવાથી રફની આવકમાં ફરક
પડયો છે.

કોરોના
મહામારીના બીજા તબક્કા બાદ પરિસ્થિત થાળે પડતાં ડાયમંડ મેન્યુફેક્ચરીગ એકમનો
ધમધમાટ ખૂબ જ વધી ગયો છે. નાના
,
મધ્યમ અને મોટા એકમોમાં તૈયાર હીરાનું ઉત્પાદન ખુબ જ જોરમાં છે.
તેથી રફની માંગ વધી છે અને શોર્ટેજને લીધે રફના ભાવ વધી ગયા છે. વિદેશની
માઇન્સમાંથી રફનો પુરવઠો ઓછો છે. અને છેલ્લાં થોડાં મહિનાથી પોલિશ્ડની માંગ
નીકળી  છે.

એક
અંદાજ અનુસાર ૨૫થી
30 ટકા રફનો પુરવઠો કોરોના કાળ પછી, ઓછો થયો છે,
એમ મહિધરપુરા હીરાબજારના વેપારી કીત શાહે કહ્યું હતું. નાના અને
મધ્યમ કારખાનેદારો તથા રફના વેપારીઓ રફ ખરીદી માટે વિદેશ જઇ શકતા નથી. ફ્લાઇટની
સગવડ અત્યારે નથી. તેની અસર પણ રફના પુરવઠા ઉપર જોવાઇ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s