સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યુ બાદ રૃા.1.26 કરોડ પડાવવા ગુનામાં જામીન રદ


-સુરતઆરોપી જયદિપ ટાંકે વિડીયો  વાયરલ કરવાની ધમકી આપી મોબાઇલ, વોચ સહિત રૃા.25 લાખની મત્તા પડાવી લીધી હતી

સેનેટાઈઝરના
ધંધામાં રોકાણના નામે 1.50 લાખ પડાવી લઈને પરત ન આપવા પડે તે માટે યુવાન સાથે સૃષ્ટિ
વિરુધ્ધ કૃત્ય કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૃા.1.26 કરોડ પડાવી લેવાના પ્રકરણમાં
એક આરોપીની જામીન અરજી એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી છે.


કતારગામમાં
રહેતા કોલેજીયન યુવાનને અગાઉ મીનરલ વોટર તથા ત્યારબાદ માર્ચ માસમાં કોરાના કાળમાં
સેનેટાઈઝરના ધંધામાં રોકાણના નામે આરોપી વિજય સાટીયા તથા કાયદાની સંઘર્ષમાં આવેલા
કિશોરે 1.50 લાખ મેળવ્યા હતા. પણ ધંધો શરૃ નહી કરતા કૉલેજીયન યુવાને ઉઘરાણી કરતા
તેને ડભોલીના ગોડાઉનમાં બોલાવી સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરાયું હતું. તે અંગે આરોપી
વિજય સાટીયા
, ભરત ઉર્ફે લાખા બોઘા સાટીયા, ભોળા સાટીયા, જયસુખ ઉર્ફે ભોળા કાળુ મેર, કરણ રૃપલકુમાર ત્રિવેદી
સહિત 10 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

આરોપીઓએ
વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી રૃા.1.26 કરોડ પડાવ્યા હતા. કતારગામ પોલીસે
જેલભેગા કરેલા આરોપી જયદિપ અરવિંદ ટાંક(રે.લલીતાપાર્ક સોસાયટી
,કતારગામ)એ જામીન
માંગ્યા હતા. જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે ગંભીર ગુનાનો
પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીએ ભોગ બનનાર પાસેથી આઈફોન 12 પ્રોમેક્ષ મોબાઈલ
,
આઈપોડ, એપલનો આઈફોન, ઘડીયાળ
તથા રૃ.25 લાખ બળજબરીથી પડાવ્યા છે. ગુનામાં સક્રીય સંડોવણી હોઈ જામીન આપવાથી
સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s