શહિદ દિને 17 શહિદ પરિવાર સાથે 8 પોલીસ પરિવારને પણ સન્માનિત કરાશે

-તા-26મી જુલાઇએ
સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં 17 પૈકી 6 શહિદોના પરિવારને
આમંત્રિત કરાશે

-રાજ્યપાલ ઓનલાઇન જોડાશે

(પ્રતિનિધિ
દ્વારા) સુરત, ગુરૃવાર

તુમ ભુલ ન
જાઓ ઉનકો ઇસલિયે…. જય જવાન નાગરીક સમિતિ સુરત દ્વારા કારગીલ વિજય દિને તા-૨૬મી જુલાઇએ
સમર્પણ ગોરવ રામારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ વીર જવાનોના પરિવારોને સન્માન
સાથે આથક સહયોગ અપાશે. ૧૭ પૈકી ૬ જવાનોના પરિવારોને સુરત બોલાવીને સન્માનિત કરાશે.
સમગ્ર કાર્યક્રમ કોરોના ગાઇડ લાઇન મુજબ થશે. લોકો ઘરે બેઠા લાઇવ કાર્યક્રમ નિહાળી શકશે.

જય જવાન નાગરીક
સમિતિ સુરત અને લેઉઆ પાટીદાર સમાજ અમેરીકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૨૬-૭-૨૦૨૧
સોમવારે સૌરાષ્ટ્ર પટેલ ભવન , વરાછા રોડ ખાતે સાંજે ૬ કલાકે રાજયપાલની ઓનલાઇન ઉપસ્થિતિમાં
સન્માન સમારોહ કાર્યક્રમ યોજાશે. કોવિડ -૧૯ ની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખી મર્યાદિત
લોકોની હાજરી કાર્યક્રમ યોજાશે અને સમગ્ર કાર્યક્રમનું ટી.વી. ચેનલ તથા સોશ્યલ મિડીયામાં
જીવંત પ્રસારણ કરાશે. આ વર્ષે કુલ ૧૭ જવાનોના પરિવારને શોર્યરાશી અર્પણ કરાશે. જેમાં  છ પરિવારોને સુરતમાં આયોજિક કાર્યક્રમમાં બોલાવાશે.
જ્યારે  બાકીના ૧૧ જવાનોના પરિવારોને કુલ રૃા
. ૧૮,૨૫,૦૦૦ લાખ રૃપિયાની સહાય તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઇ છે. આ પરિવારો ઓનલાઇન
કાર્યક્રમમાં જોડાશે. નાગરિક સમિતિના ટ્રસ્ટી કાનજી ભાલાળાએ જણાવ્યુ કે આ વખતે આ કાર્યક્રમમાં
પ્રથમવાર ૮ પોલીસ જવાનોના પરિવારોને આથક સહાય અપાશે કોરોના જંગમાં સુરત પોલીસના ૮ જવાનોએ
જીવ ગુમાવ્યા છે . તેમના પરિવારોન પણ સન્માન સાથે દરેકને એક – એક લાખની સહાય અર્પણ
થશે. સમાજ અગ્રણી લવજીભાઈ ડી . ડાલીયા તરફથી પોલીસ જવાનોના પરિવારોને સહાય અર્પણ કરાશે.
આ આઠ જવાનોમાં બે મહિલા કોન્ટેબલનો સમાવેશ છે. ૨૧ વર્ષમાં પહેલી વાર ભારતથી બહાર અમેરીકાથી
સંસ્થા કાર્યક્રમમાં સહભાગી બની છે . દક્ષિણ ગુજરાતના લેઉવા પાટીદાર સમાજના પરિવારો
અમેરીકા સ્થાયી થયા છે . તેઓએ આથક સહયોગ આપ્યો છે . તે તમામ પરિવારો ઓન લાઈન કાર્યક્રમમાં
જોડાશે .

કારગીલ યદ્ધમાં
૨૨ અને ૧૯૯૨માં પાકિસ્તાનના ૪૫ને ઠાર કરનાર બે જવાનો સુરતના મહેમાન થશે

કારગીલ યુદ્ધમાં
દુશ્મન દેશના ૨૨ સૈનિકોને ખાતમો કરનાર સુબેદાર ધર્મેન્દ્રસિંહ ખુમાણસિંહ વાળા સુરત
ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેઓ રાજકોટ જીલ્લાના ઉપલેટા નજીક ગરેલીયા ગામના વતની
અને હાલ નિવૃત છે . અને બીજા બહાદુર જવાન વલ્લભભાઇ અરજણભાઈ બલદાણીયા જેઓએ ૧૯૯૨માં પાકિસ્તાનની
સામેના ઓપરેશમાં ૪પ ને ઠાર કર્યા હતા.  સેવા
મેડલ અને સીલ્વર મેડલથી સન્માનિત વલ્લભભાઈ અમરેલીના ખાંભા તાલુકાના લાસા ગામના વતની
છે અને હાલ નિવૃત જીવન ગાળે છે . તેઓ પણ સુરત કાર્યક્રમમાં હાજરી આપશે. 

અત્યાર સુધીમાં
કુલ ૫.૨૧ કરોડની સહાય અપાઇ

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:normal;”> ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ સમયથી શરૃ થયેલ જય જવાન નાગરીક
સમિતિ સુરત તરફથી અત્યાર સુધીમાં ૩૪૮ વીર જવાનોના પરિવારોને કુલ રૃપિયા ૫.૨૧ કરોડની
રાહાય અર્પણ કરવામાં આવી છે . છેલ્લા ૨૧ વર્ષથી આ પ્રવૃતિ અવિરત ચાલી રહી છે . જેમાં
રાષ્ટ્ર પ્રેમી લોકો – શાળાઓ – બાળકો અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સંસ્થા સાથે
જોડાયેલા છે . દર વર્ષ આ કાર્યક્રમનું આયોજન થાય છે.  

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s