ચીખલી પોલીસ મથકમાં બાઇક ચોરીના બે શકમંદ આદિવાસી યુવાને ફાંસો ખાતા ચકચાર

-ડાંગના 19 વર્ષના સુનિલ પવાર અને રવિ  જાદવે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રીક સગડીના વાયરો પંખા
સાથે બાંધી આપઘાત કર્યો

-રાજકારણીઓને
પોલીસ મથકમાં જવા દેવાયા પણ મીડિયાના કર્મચારીઓને અટકાવી દેવાયા

-અગમચેતીના પગલા રૃપે ચીખલી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કુમક
ઉતારી દેવાઇ

ચીખલી

ચીખલી પોલીસે બાઇક ચોરીની ઘટનામાં
ડાંગના બે શકમંદ આદિવાસી યુવાનને પુછપરછ માટે ઉંચકી લાવી હતી.  આ બંને યુવાને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૃમમાં
પંખા સાથે વાયર બાંધી ગળે ફાંસો ખાઇ  આત્મહત્યા
કરી લેતા ચકચાર મચી છે. જેને પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઇ ગયું છે.

ચીખલી પોલીસે બાઇક ચોરીના કેસમાં
બે શકમંદ સુનિલ ઉર્ફે લાલુ સુરેશભાઈ પવાર (ઉ.વ.આ.૧૯, રહે,દોડીપાડા તા.વઘઈ, જિ.ડાંગ)
અને રવિ સુરેશભાઈ જાદવ (ઉ.વ.આ.૧૯, રહે.નાકા ફળિયા, વઘઈ, જિ.ડાંગ)ને પુછપરછ માટે ઉંચકી
લીધા હતા. આ બંને શકમંદને ચીખલી પોલીસ સ્ટેશનના પોસઈની ચેમ્બરની બાજુમાં આવેલા કોમ્પ્યુટર
રૃમમાં રાખવામાં આવ્યા હતા. દરમિયાન બુધવારે વહેલી સવારે પાંચથી આઠ વાગ્યાના સમય દરમિયાન
આ બંને યુવાને કોમ્પ્યુટરના અને ઈલેકટ્રીક સગડીના વાયરો વડે પંખા ઉપર લટકી જઈને ગળે
ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરાતા જિલ્લા
પોલીસ વડા રૃષિકેશ ઉપાધ્યાય સહિત એલસીબી અને એસઓજીની ટીમ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દોડી
આવી હતી. ઘટનાની જાણ વાયુવેગે ચીખલી પંથકમાં થતાં ભાજપ-કોગ્રેસના ધારાસભ્યો, આદિવાસી
સેના, બીટીટીએસના હોદ્દેદારો અને આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા.
ડીએસપી રૃષિકેશ ઉપાધ્યાયે આદિવાસી યુવાનોના મોતની તપાસમાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે
અને કસુરવારોને યોગ્ય નસીયત કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.


ઘટનાને પગલે ચીખલી પ્રાંતઅધિકારી
ડી.ડી.જોગીયા, ચીખલી રેફરલ હોસ્પિટલના ડૉક્ટર અને એફએસએલના અધિકારીઓ ચીખલી પોલીસ સ્ટેશન
ખાતે દોડી આવ્યા હતા. અને જરૃરી કાયદાકીય કાર્યવાહી બાદ બંને યુવાનોની લાશ પરિવારજનોની
હાજરીમાં કલાકો બાદ ઉતારવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટનાનું કવરેજ કરવા આવેલા મીડિયાના
કર્મચારીઓને કોઈક અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશનના પગથિયા ચઢતા અટકાવવામાં આવ્યા હતા.
જયારે રાજકીય આગેવાનોને ખુલ્લેઆમ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેના કારણે મીડિયા
કર્મચારીઓમાં પોલીસના આપખુદશાહી વલણ સામે રોષ જોવા મળી રહ્યો છે. બંને મૃતક યુવાનોના
પીએમ સુરત ખાતે ફોરેન્સિક લેબમાં તબીબોની પેનલ બનાવીને કરવા મોકલી અપાયા હતા. સમગ્ર
ઘટનાની તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા એસ.જી.રાણાને સોપવામાં આવી છે. જયારે પોલીસ કર્મચારીઓની
બેદરકારીની ખાતાકીય તપાસ એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ફળદુને સોપવામાં
આવી છે. જોકે અગમચેતીના પગલા રૃપે ચીખલી ખાતે વિશાળ સંખ્યામાં પોલીસ કુમક ઉતારી દેવામાં
આવી છે.

મહિલા સફાઇ કર્મચારીએ પહેલા બંનેને લટકતા જોયા

આ સમગ્ર ઘટનાની સૌ પ્રથમ જાણ
ચીખલી પોલીસ સ્ટેશનમાં સફાઈ માટે આવતી મહિલા કર્મચારીને થઇ હતી. આ મહિલાએ પોલીસ સ્ટેશનમાં
ફરજ બજાવતા મહિલા પીએસઓને જાણ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી.

પોલીસે બંનેને માર
માર્યો હોવાની ચર્ચા

બાઇક ચોરીમાં ઉંચકી લવાયેલા બંને
શકમંદોની પ્રાથમિક પુછપરછ કર્યા બાદ બંનેને માર મારવામાં આવ્યો હોવાનું ખુદ પોલીસ બેડામાં
ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ બંને શકમંદે કરેલી આત્મહત્યા નું સાચુ કારણ શું? તે બહાર
આવે એ જરૃરી છે.

સવારે 5.30 વાગ્યા સુધી
સુતેલા બંને યુવકોએ અચાનક શા માટે આપઘાત કરી લીધો ?

<

p class=”MsoNormal” style=”margin:.05pt;text-align:justify;text-indent:14.2pt;line-height:12.1pt;”>બાઇક ચોરીની ઘટનામાં બંને શકમંદ આદિવાસી
યુવાનને કોમ્પ્યુટર રૃમમાં રાખવામાં આવ્યા હતા. સવારે ૫-૩૦ વાગ્યા સુધી તો બંને યુવાનો
સુતેલા હતા તો પછી અચાનક જ બંનેએ શા માટે પંખા ઉપર લટકીને આપઘાત કરી લીધો ? જો આપઘાત
કરવો હતો તો રાત્રે પણ કરી શક્યા હોત . બંને શકમંદો પર નજર રાખવાની જવાબદારી કોને સોંપવામાં
આવી હતી ? જેવા અનેક પ્રશ્નોના જવાબ તપાસ બાદ બહાર આવશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s