સુરત: ગણપતિ મહોત્સવમાં આ વર્ષે દેખાશે થીમ બેઇઝડ મૂર્તિઓ..બાપ્પા આપશે વેકસીનેશન અને કોરોના અંગેના સંદેશ

સુરત,તા.21 જુલાઈ 2021,બુધવાર

સુરત શહેરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે .લોકો લાખો રૂપિયાનો ખર્ચ આ ઉત્સવ પાછળ કરતા હોય છે.છેલ્લા એક વર્ષથી કોરોના ના કારણે આ તહેવાર લોકો ઉજવી શક્યાં નથી. જોકે આ વર્ષે કોરોનાનો કહેર  ઓછો થતાં હવે  ગણપતિ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે આવનારા ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહયો છે. મોટા આયોજનો પર પ્રતિબંધ હોવાના કારણે મૂર્તિકારો આ વર્ષે નાની અને માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને તેમાં પણ લોકોમાં જાગૃતિ આવે એવી થીમ બેઇઝડ મૂર્તિ બનાવવાનું મૂર્તિકારો એ શરૂ કરી દીધું છે.

મુંબઈ બાદ ગુજરાતમાં સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ સૌથી રંગેચંગે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં દર વર્ષે 60 હજાર કરતા પણ વધુ ગણેશજીની નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી ફિક્કી રહી હતી. તંત્ર દ્વારા ગણપતિ ઉત્સવ પર બ્રેક લગાવવામાં આવતા લોકોએ તેની સાદગીથી જ ઉજવણી કરી હતી.પરંતુ આ વખતે કોરોનાના કેસો જયારે ઓછા થયા છે અને વેક્સીન ઉપલબ્ધ થઇ છે ત્યારે ગણેશ આયોજકોને આશા છે કે આ વર્ષે ગણપતિ મહોત્સવ ઉજવવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવશે. આ માટે જિલ્લા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે. તો બીજી તરફ ગણેશ મૂર્તિકારો દ્વારા ગણપતિ પ્રતિમાઓને તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.અને થીમ બેઇઝડ મૂર્તિઓ તેઓ બનાવી રહ્યા છે. 

ગણપતિ આયોજક નીરવ ઓઝા કહે છે કે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગણપતિ વેક્સીન આપતા હોય તેવી થીમ પર ગણપતિની મૂર્તિ તૈયાર કરાવી છે.મૂર્તિમાં ગણપતિ બાપ્પા ઈન્જેક્શનની સિરીંજ પર બેસેલા છે અને તેમના બીજા હાથમાં લાડુ ને બદલે વેકસીનનો ડોઝ બતાવવામાં આવ્યો છે. જે સંદેશ આપે છે કે લોકો વેક્સિનનો મહત્તમ લાભ લે. નિરવભાઈ પાસે આવી બીજી મૂર્તિઓ તૈયાર કરવાના પણ ઓર્ડર મળી રહ્યા છે.

કોરોના સામે લડવા માટે હાલ વેક્સીન જ એકમાત્ર ઉપાય છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં લોકોને વેક્સિનનો સંદેશો ગણપતિ બાપ્પા આપશે. ગણેશ મહોત્સવ જેવા તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ત્યારે ભીડના કારણે કોરોના ન વકરે અને કોરોનાને હરાવવા લોકો વેકસીનેશનનું  હથિયાર જરૂર અપનાવે તેવો મેસેજ આપતા ગણપતિ આ ગણેશ ઉત્સવમાં જોવા મળશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s