બુટલેગર ફિરોઝ નાલબંધના બે પુત્રોના હુક્કા બાર પર રેડ, 10 યુવાનો ઝડપાયા


– રાણીતળાવના નાલબંધ કોમ્પ્લેકસમાં દોઢ વર્ષથી ધમધમતા

– પફ ઈન પીસ હુક્કા બારના માલિક ફિરોઝ નાલબંધના બે પુત્ર, પાર્ટનર અને સંચાલકની ધરપકડ કરી PCBએ 28 હુક્કા, તમાકુ ફ્લેવરના 53 ડબ્બા કબ્જે કર્યા

સુરત, : સુરતના કોટ વિસ્તાર રાણીતળાવ સોની સ્ટ્રીટ નાલબંધ કોમ્પ્લેક્ષમાં છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા કુખ્યાત બુટલેગર ફિરોઝ નાલબંધના બે પુત્રોની માલિકીના હુક્કા બાર પફ ઈન પીસમાં સોમવારે રાત્રે પીસીબીએ છાપો મારી ત્યાં હુક્કાની મજા માણતા 10 યુવાનોને ઝડપી લીધા હતા. પીસીબીએ હુક્કા બારના માલિક ફિરોઝ નાલબંધના બે પુત્ર, તેમના પાર્ટનર અને સંચાલકની ધરપકડ કરી 28 હુક્કા, તમાકુ ફ્લેવરના 53 ડબ્બા કબ્જે .કર્યા હતા.

કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ અને એએસઆઇ વિપુલભાઇ મંગુભાઈને મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે લાલગેટ રાણીતળાવ સોની સ્ટ્રીટ નાલબંધ કોમ્પલેક્ષ દુકાન નં.8,9,10 માં “પફ ઇન પીસ” નામથી ચાલતા હુક્કાબાર ઉપર સોમવારે રાત્રે છાપો માર્યો હતો. પીસીબીએ ત્યાંથી હુક્કાબારના માલિક કુખ્યાત બુટલેગર ફિરોઝ નાલબંધના બે પુત્રો અસદ ફિરોજ મન્સુરી ( ઉ.વ.25 ) અને અનસ ફિરોજ મન્સુરી ( ઉ.વ.25, બંને રહે. ઘર નં.12/2981, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત ) તથા તેમના પાર્ટનર તોસીફ સાજીદ પટેલ ( ઉ.વ.35, રહે. ધર નં.12/734, સૌની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત ) તથા હુક્કાબારનુ સંચાલન કરતા સાજન અબીબુલરહેમાન મજુમદાર ( ઉ.વ.26, રહે. દુકાન નં.8, નાલબંધ કોમ્પલેક્ષ, ભારબંધવાડ, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત ) તેમજ ત્યાં હુક્કાની મજા માણતા 10 યુવાનોને પણ ઝડપી લીધા હતા.

સ્થળ પરથી રૂ.22,400 ની કિંમતના 28 હુક્કા, રૂ.3250 ની કિંમતના 13 કોલબોક્ષ, રૂ.26,655 ની કિંમતના જુદીજુદી કંપનીના અલગ અલગ તમાકુ ફ્લેવરના 53 નાના પેકેટ અને ડબ્બા, હુક્કાની 45 નાની-મોટી પાઇપ, 23 ચીલમ, 9 ફિલ્ટર, ફોઈલ પેપર, ચીપીયા, ઇલેક્ટ્રીક સીગડી, રોકડા રૂ.9800 અને રૂ.49 હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,19,095 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ફિરોઝ નાલબંધના બંને પુત્રો છેલ્લા દોઢ વર્ષથી અહીં હુક્કા બાર ચાલવતા હતા. પીસીબીએ હુક્કા બારના માલિક ફિરોઝ નાલબંધના બે પુત્ર, તેમના પાર્ટનર અને સંચાલક ઉપરાંત હુક્કા પીતા ઝડપાયેલા 10 યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી તેમના વિરુદ્ધ ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા પર પ્રતિબંધના જાહેરનામાના ભંગનો પણ ગુનો લાલગેટ પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.

ફિરોઝ નાલબંધના બંને પુત્ર અગાઉ વેસુમાં પફ ઈન પીસ કાફેની આડમાં હુક્કાબાર ચલાવતા હતા

ફિરોઝ નાલબંધના બંને પુત્ર અગાઉ વેસુમાં પફ ઈન પીસ કાફેની આડમાં રેસ્ટોરન્ટની સાથે હુક્કાબાર ચલાવતા હતા. ત્યાં રેસ્ટોરન્ટ તૂટી જતા બંનેએ દોઢ વર્ષ અગાઉ અહીં પાર્કીંગમાં બાંધેલી એક દુકાનમાં હુક્કા બાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેમના નજીકના અને મહોલ્લાના મિત્રો જ અહીં આવતા હતા. બાદમાં નજીકના અને મહોલ્લાના મિત્રોના વર્તુળના યુવાનો પણ આવવા માંડતા તેમણે બીજી બે દુકાન પણ હુક્કા બાર માટે લીધી હતી. કાચના દરવાજાની ઉપર કાળી ફિલ્મ લગાવી તેઓ પાર્કીંગમાં આ ગોરખધંધો દોઢ વર્ષથી કરતા હતા છતાં લાલગેટ પોલીસને ગંધ સુધ્ધાં આવી નહોતી.

હુક્કાની મજા માણતા કોણ ઝડપાયું

(1) હારીશ ઈરફાન પટેલ ( ઉ.વ.19, રહે. ઘર નં.12/815, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત )
(2) સજ્જાદ સાજીદ શક્કરવાલા ( ઉ.વ.19, રહે. ઘર નં.12/740, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત )
(3) યુનુસ અબ્બાસ પટેલ ( ઉ.વ.21, રહે. ઘર નં.4/454, તૈયબી મહોલ્લો, ઝાંપાબજાર, સુરત )
(4) અનસ અશરફ મેમણ ( ઉ.વ.20, રહે.બેદાવાલા મેંશન, તૈયબી મહોલ્લો, ઝાંપાબજાર, સુરત )
(5) તલહા અબુબકર શેખ ( ઉ.વ.23, રહે.ફ્લેટ નં.203, ધ મોગલ માઈલ એપાર્ટમેન્ટ, સોદાગરવાડ, સુરત )
(6) હમઝા મુસ્તાક શેખ ( ઉ.વ.19, રહે. ઘર નં.7/1228, વારશી ટેકરો, હોડી બંગલા, સુરત )
(7) મતીન રીઝવાન રફ્ત ( ઉ.વ.20, રહે. ઘર નં.3/559, સૈફી સ્ટ્રીટ, ઝાંપાબજાર, સુરત )
(8) હસન હનીફ પટેલ ( ઉ.વ.26, રહે. ઘર નં.12/812, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત )
(9) હુસેન હનીફ પટેલ ( ઉ.વ.26, રહે. ઘર નં.12/812, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત )
(10) યામીન આસીફ સોની ( ઉ.વ.23, રહે. ઘર નં.12/739, સોની સ્ટ્રીટ, રાણીતળાવ, સુરત )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s