જેલમાં રહેલા આરોપીની પુછપરછ માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને કોર્ટની મંજુરી-સુરત

 સુરતના અંદાજે 12 સહિત રાજ્યના 41 જેટલા રેમડેશીવીર ઈંજેકશનના કાળા બજારના કેસમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી આરોપીઓની પુછપરછ કરી નિવેજન લેશે

ખટોદરા
પોલીસે  રેમડેશીવીર ઈંજેકશનના કાળા બજાર
કરવાના કેસમાં જેલભેગા કરેલા  આરોપીની
જેલમાં પુછપરછ કરવા દેવાની પરવાનગી માંગતી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીની
અરજીને આજ 14 માં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.પી.પરમારે મંજુર કરી છે.

કોરાના
કાળ દરમિયાન કોરાના સંક્રમિત દર્દીઓ માટે જરૃરી એવા રેમડેશીવીર ઈંજેકશનના કાળા
બજાર કરવાના કેસમાં ગત મે મહીનામાં  ખટોદરા
પોલીસે આરોપી સુબોધ શ્રીરામ સુમિરન યાદવ
,વિશાલ રાજુ ઉગલે વગેરેની વિરુધ્ધ ફોજદારી ગુનાની કલમો ઉપરાંત આવશ્યક ચીજ
વસ્તુ ધારા
,ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ  તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈના ભંગનો
ગુનો નોંધી જેલભેગા કર્યા હતા.અલબત્ત સર્વોચ્ચ અદાલત દ્વારા તા.8-8-20ના રોજ
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક ધારાના નિયમો મુજબ આ કામગીરી ડ્રગ્સ નિરીક્ષક દ્વારા
કરવાનું ઠરાવ્યું હતુ.જે મુજબ આ કાયદાના ભંગ બદલ પકડાયેલા આરોપીઓની વિરુધ્ધ ડ્રગ્સ
એન્ડ કોસ્મેટિક વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવાની રહે છે.

જેના
પગલે આજે ખટોદરા પોલીસે રેમડેશીવીર ઈંજેકશન પ્રકરણમાં જેલભેગા કરેલા આરોપી શ્રીરામ
સુમીરાન યાદવની જેલમાં પુછપરછ માટે પરવાનગી આપવા માટે ડ્રગ્સ  ઈન્સ્પેકટર એમ.એમ.ઈટાલીયાએ આજે સુરત કોર્ટમાં
અરજી કરી કરી હતી.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી મેહુલ  દેસાઈએ જણાવ્યું હતું કે હાલમાં આ કેસમાં બે
આરોપીઓને જામીન મુક્ત છે.જ્યારે હાલમાં જેલવાસ ભોગવતા આરોપીને જેલ કસ્ટડીમાં
પુછપરછ કરવાની પરવાનગી આપવામાં આવે તો ગુનાની સઘન તપાસ કરીને ગુનાના મુળ સુધી
પહોંચી શકાય તેમ છે.જેથી કોર્ટે કાયદાકીય જોગવાઈને તથા સરકારપક્ષની દલીલોને ધ્યાને
લઈ જેલકસ્ટડીમાં રહેલા આરોપીના નિવેદન લેવાની પરવાનગી માંગતી અરજીને મંજુર કરતો
હુકમ કર્યો છે.અત્રે નોંધનીય છે કે સુરતમાં અંદાજે 10  થી 12  તથા 
રાજ્યભરમાં આ પ્રકારના રેમડેશીવીર ઈંજેકશનના કાળા બજાર કરવાના અંદાજે 41 જેટલા ગુનામાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટના ભંગની કલમો લગાડવામાં આવી છે.જે તમામ
ગુનાના આરોપીઓના નિવેદન લઈને કાયદેસરની કાર્યવાહી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા
કરવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s