કામરેજના HRP બંગલો પ્રોજેક્ટમાં ગ્રાહકને સંપુર્ણ બાંધકામ કરી આપવા બિલ્ડરને હુકમ-સુરત

 પ્રોજેક્ટના બ્રોસર મુજબ બાંધકામ અને સુવિધા નહી અપાતા વિન્ટેક ઇન્ફ્રા પેઢી અને ભાગીદાર સામે ગ્રાહક કાર્ટમાં ફરિયાદ થઇ હતી

કામરેજ
ખાતે એચઆરપી બંગ્લોઝના પ્રોજેક્ટમાં બંગ્લાના બાંધકામની કામગીરી માટે જરૃરી નાણાં
ચુકવવા છતાં બ્રોસર મુજબ બંગ્લાનું બાંધકામ તથા સુવિધા નહીં પુરી પાડી બિલ્ડરની
ગ્રાહક સેવામાં ખામી બદલ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ
એમ.એચ.ચૌધરી તથા સભ્ય પુર્વીબેન જોશીએ ફરિયાદીને નિયત સમયમાં બાકી બાંધકામ તથા
જરૃરી સુવિધા પુરી પાડી ત્રીસ દિવસમાં કબજો સોંપવા હુકમ કર્યો છે.

સરથાણા ખાતે
વ્રજવાટિકામાં રહેતા ફરિયાદી મનોજ દામજી તારપરાએ આજથી આઠેક વર્ષ પહેલાં વર્ષ-2013માં
વિન્ટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના કામરેજના બ્લોક નં.242માં આવેલી ખુલ્લી જમીનમાં એચઆરપી
બંગ્લોઝ પ્રોજેક્ટમાં રૃ.14.85 લાખ ચુકવીને બંગ્લાના બાંધકામની કામગીરી સોંપી હતી.જે
આરોપી પેઢીના ભાગીદારોએ બે વર્ષમાં બંગ્લાનું બાંધકામ તૈયાર કરીને જરૃરી સુવિધા સાથે
કાયદેસરના દસ્તાવેજ કરીને ફરિયાદીને કબજો સોંપવાનો હતો. ડીસેમ્બર-2015માં ફરિયાદીને
બંગ્લા નં.234નો વેચાણ દસ્તાવેજ લખી આપીને કામરેજ સબ રજીસ્ટ્રારમાં નોંધણી કરાવ્યો
હતો.

જો કે
સ્થળ પર તપાસ કરતાં બ્રોસર મુજબ બંગ્લાનું બાંધકામ તથા અન્ય સુવિધા તેમાં નહોતી.
અન્ય મકાનના ફોટોગ્રાફ વેચાણ દસ્તાવેજમાં લગાવાયા હતા. જેથી ફરિયાદીએ આરોપી
વિન્ટેક ઈન્ફ્રાસ્ટ્રકચર પેઢી તથા ભાગીદાર હિતેશ કાળુ સાવલીયા વિરુધ્ધ ગ્રાહક
કોર્ટમાં ધા નાખી હતી. સુનાવણીમાં જણાવાયું કે
, આરોપીએ જરૃરી નાણાંકીય અવેજ મેળવીને અધુરા
બાંધકામ તથા સુવિધા સાથે શાંત કબજો નહીં સોંપીને અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી છે.
જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખીને ફરિયાદીને બંગ્લાનું સંપુર્ણ બાંધકામ
, કલરકામ, બારી દરવાજા ફીટ કરીને બ્રોસરમાં દર્શાવેલી
અન્ય સુવિધા સાથે 30 દિવસમાં કબજો સોંપવા પેઢીના ભાગીદારને હુકમ કર્યો છે. વધુમાં
ફરિયાદીને રૃ.5 
હજાર હાલાકી તથા અરજી ખર્ચ ચુકવવા હુકમ કર્યો છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s