આંગડીયાનો થેલો લૂંટવા પ્રયાસ કરનાર વધુ એક બોરસદમાં ફિલ્મી ઢબે ઝડપાયો

– ઓલપાડના ઉમરા ગામમાં શુક્રવારે લૂંટની યોજના બનાવી રેકી પણ કરી હતી

– લૂંટનો પ્રયાસ નિષ્ફ્ળ જતા કારમાં ચાર જણા ભાગતા હતા

સુરત, : સુરતના મહિધરપુરા હીરાબજારમાં સોમવારે બપોરે આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા રૂ.2 લાખ ભરેલો થેલો લૂંટવા પ્રયાસ કરનાર વધુ એક લૂંટારુને બોરસદ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધો હતો. લૂંટનો પ્રયાસ નિષ્ફ્ળ જતા અન્ય ચાર લૂંટારુ કારમાં ભાગતા સુરત પોલીસે લોકેશનના આધારે બોરસદ પોલીસને એલર્ટ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા હીરાબજારમાં સોમવારે બપોરે આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી નવીનચંદ્ર મનસુખલાલ માધુ પાસેથી રોકડા રૂ.2 લાખ ભરેલો થેલો લૂંટવા પ્રયાસ કરી લૂંટ માટે આવેલા પાંચ પૈકી એક લૂંટારુ બસીર ઉમરશા શેખ ( રહે. મદીનાનગર, એચ.આર.પેટ્રોલ પંપની બાજુમાં, ભચાઉ, કચ્છ ) એ વૃદ્ધએ મચક ન આપી તો છરો પણ બતાવ્યો હતો. જોકે, વૃદ્ધની બૂમો સાંભળી એકત્ર થયેલા લોકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા બસીરે કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂર હોય સુરતના મિત્રો કેતન પરષોત્તમભાઈ ( રહે.જે/102, શિવ રેસિડન્સી, બાપા સીતારામ પેટ્રોલ પંપની બાજુમાં, ઉમરા ગામ, સુરત ), વિપુલ ઉર્ફે લાલો બાવાજી રમેશગીરી, ઉદય અને અન્ય એક સાથે લૂંટની યોજના બનાવી હતી.

દરમિયાન, મહિધરપુરા પોલીસે ઝડપાયેલા બસીરની પુછપરછના આધારે સ્થળ પરથી એસ્ટીમ કારમાં ભાગેલા અન્ય લૂંટારુઓના મોબાઈલ ફોનનું લોકેશન મેળવતા તેઓ ભરૂચથી આગળ જતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી સુરત પોલીસે વડોદરા, આણંદ પોલીસને એલર્ટ કરતા બોરસદ પોલીસે લૂંટારુઓ જે કારમાં હતા તેને બોરસદમાં ટ્રેસ કરી આંતરી હતી. આથી લૂંટારુઓ કાર છોડીને જુદીજુદી દિશામાં સોસાયટીઓમાં ભાગતા પોલીસે તેમનો પીછો કરી તે પૈકી વિપુલ ઉર્ફે લાલોગીરી રમેશગીરી ( રહે. ટાટા નગર, ભચાઉ, કચ્છ ) ને ઝડપી લીધો હતો. પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તમામ ગત શુક્રવારે સુરતના ઓલપાડના ઉમરા ગામમાં રહેતા કેતન પરષોત્તમભાઇના ઘરે ભેગા થયા હતા અને ત્યાં લૂંટની યોજના બનાવી હતી. લૂંટ માટે તેમણે હીરાબજારમાં રેકી કરતા આંગડીયા પેઢીના વૃદ્ધ કર્મચારી નવીનચંદ્ર મનસુખલાલ માધુ રોજ ઘરેથી પૈસા લાવતા હોવાની માહિતી મળી હતી. તેથી તેમને ટાર્ગેટ કર્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s