અમદાવાદથી નીકળતા અખબાર ક્રાઈમ ન્યૂઝનો ક્રાઈમ રીપોર્ટર બીજી વખત દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

– અડાજણ રહેતો રિપોર્ટર દર્શિત ઠક્કર દારૂની કારનું પાયલોટીંગ કરી પોલીસ અટકાવે ત્યારે પોતાનો આઈકાર્ડ બતાવતો હતો

સુરત, : ભાઠેના વિસ્તરમાંથી પસાર થતી બે કારને અટકાવી તેમાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલી રૂ.1.20 લાખની દારૂની 168 બોટલ સાથે બે યુવાનને ઝડપી પાડી રૂ.7.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા બે યુવાનો પૈકી કારનું પાયલોટીંગ કરતો અડાજણનો દર્શિત ઠક્કર ગુનેગારોને ખુલ્લા પાડતા અખબારનો ક્રાઈમ રીપોર્ટર છે અને તે બીજી વખત દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે.

બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઉધના ભાઠેના શિવશંકરનગર સોસાયટી પ્લોટ નં.110 ની સામેથી પસાર થતી કાર ( નં.જીજે-21-એએચ-2806 ) ને અટકાવતા તેના ચાલક દર્શિત નિલેશભાઇ ઠકકર ( ઉ.વ.22, રહે. સી/302, માધવજયોત એપાર્ટમેન્ટ, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત ) એ પોતાની ઓળખ અમદાવાદથી નીકળતા અને ગુનેગારોને ખુલ્લા પાડતા અખબાર ક્રાઈમ ન્યૂઝના ક્રાઈમ રીપોર્ટર તરીકે આપી પોતાનો આઈકાર્ડ બતાવ્યો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચ પાસે સચોટ માહિતી હોય તેની કાર અને તેની સાથેની કાર ( નં.એમએચ-03-સીપી-0859 ) ની જડતી લેતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી રૂ.1,19,760 ની કિંમતની વ્હીસ્કીની 156 બોટલ અને વોડકાની 12 બોટલ મળી કુલ 168 બોટલ મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે દારૂ ઉપરાંત બે કાર, ત્રણ મોબાઈલ ફોન, ક્રાઈમ ન્યુઝ પ્રેસના આઈકાર્ડ સાથે દર્શિત ઉપરાંત મુબશીર ઉર્ફે લાલુ નજીરઅહમદ આકલ ( ઉ.વ.22, રહે. ફલેટ નં.302, ઝમઝમ એપાર્ટમેન્ટ, પાટખાન સ્ટ્રીટ, સગરામપુરા, સુરત ) ને ઝડપી પાડી કુલ રૂ.7,35,260 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દર્શિત અગાઉ 10 નવેમ્બર 2020 ન રોજ પણ દારૂની છ બોટલ સાથે અડાજણ પોલીસના હાથે ઝડપાયો હતો. દર્શિત અને મુબશીર બંને સાથે મહારાષ્ટ્રના વણી ગયા હતા અને ત્યાં રવિભાઇ પાસેથી દારૂ કારમાં ભરાવી સુરત આવ્યા હતા. દર્શિત ઠક્કર દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરી જ્યાં પોલીસ અટકાવે ત્યાં પોતાનો આઈકાર્ડ બતાવી પોલીસથી બચાવતો હતો. મુબશીર પણ એક વર્ષ અગાઉ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં પકડાયો છે. વણીના રવિભાઈને વોન્ટેડ જાહેર કરાયો છે. વધુ તપાસ પીએસઆઈ કે.એચ.પુવાર કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s