સુરત: અમરોલીના મની ટ્રાન્સફરના ધંધાર્થીને ફિલ્મી સ્ટાઇલમાં લૂંટી લેનાર 8 લૂંટારૂ ઝડપાયા


– અમરોલી પોલીસે એક લૂંટારૂને અને બીજા 7 સાત લૂંટારૂને રાયપુર રેલવે પોલીસે સુરત-પુરી ટ્રેનમાંથી ઝડપી પાડયા

– રોકડા રૂ. 1.11 લાખ, બાઇક અને સોનાના દાગીના કબ્જે લીધા

સુરત,તા 20 જુલાઈ 2021,મંગળવાર

અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ 5 નજીક રેલવે ટ્રેક નજીક મની ટ્રાન્સફરના ધંધાર્થીની બાઇકને આંતરી મારમારી રૂ. 7.60 લાખની લૂંટ ચલાવનાર લૂંટારૂ ટોળકીના એક લૂંટારૂને અમરોલી પોલીસે જયારે તેના સાત સાથીદારોને રાયપુર રેલવે પોલીસે સુરત-પુરી સ્પેશીયલ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ-1 માં માનસી મોબાઇલ નામે મોબાઇલ રીપેરીંગ અને મની ટ્રાન્સફરનો ધંધો કરતા હરેશ વિનુ ગોળવીયાની અઠવાડીયા અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝ-5 નજીક આંતરી બાઇક સવાર લૂંટારૂઓએ માર મારી રૂ. 7.60 લાખની મત્તા લૂંટી લીધી હતી.

આ ઘટનામાં અમરોલી પોલીસે કોસાડ કાંસાનગર પાસેથી બાઇક નં. જીજે-05 પીએ-3894 સાથે કરણ પ્રવિણ રાઠોડ (ઉ.વ. 25 રહે. 13, જલારામ સોસાયટી, અમરોલી અને મૂળ. પીપળવા, તા. શિહોર, જિ. ભાવનગર) ને ઝડપી પાડયો હતો. કરણની પુછપરછના આધારે રેલવે પોલીસને જાણ કરી સુરત-પુરી સ્પેશીયલ ટ્રેનમાં ભાગી રહેલા તેના સાત સાથીદાર રાજેશ બલચંદ્ર પટનાયક (ઉ.વ. 23 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી), બસંત પ્રધાન દયાનિધી પ્રધાન (ઉ.વ. 21 રહે. સાયણ રેલવે ટ્રેક નજીક, ઓલપાડ, જિ. સુરત), કૃણાલ સુશીલ ગૌડ (ઉ.વ. 19 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી), રૂચિત ઉર્ફે ગણેશ ઘનશ્યામ બ્હેરા (ઉ.વ. 24 રહે. સાયણ રેલવે સ્ટેશન નજીક, તા. ઓલપાડ, જિ. સુરત), ચરણ અભિમન્યુ ગૌડ (ઉ.વ. 19 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી), શિવરામ ઉર્ફે શિવા ખડલ સ્વાંઇ (ઉ.વ. 22 રહે. સાયણ રામ મંદિરની પાછળ, ઓલપાડ, જિ. સુરત) અને મીતન સીમાંચલ બિસોઇ (ઉ.વ.24 રહે. ગણેશપુરા હાઉસીંગ, અમરોલી) ને ઝડપી પાડયા હતા. પોલીસે કરણ પાસેથી રોકડા રૂ. 45 હજાર અને બાઇક તથા તેના સાથીદારો પાસેથી તેમની પાસેથી રોકડા રૂ. 66,500 અને સોનાના દાગીના, 9 મોબાઇલ ફોન કબ્જે લીધા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s