વેપારીઓને MSMEનો દરજ્જો મળતા લોન મુદ્દે બેંકોનો અભિગમ બદલાયો

-વેપારીઓને
ટર્નઓવર પ્રમાણે વર્કિંગ કેપિટલ તરીકે રૃા.
25 લાખથી રૃા.5 કરોડ સુધીની રકમની જરૃર પડતી હોય છે

         સુરત,   

ગુડ્સ
એન્ડ સવસ ટેક્સ (જીએસટી) લાગુ થયાં પછી
, મોટાભાગનો વેપાર પાકામાં
થઈરહ્યોછે.એમએસએમઇનો દરજ્જો મળ્યાં પછી છૂટક અને જથ્થાબંધ વેપારીઓનું કામ હવે
બેંકોનો અભિગમ બદલાયો હોવાને કારણે સરળ થયું છે.

રાષ્ટ્રીયકૃત
બેંકો લોન આપવા અને વેપારીઓની જરૃરિયાત પૂરી કરવા તૈયાર છે. બેંકોની આ સુવિધાનો
વેપારીઓ લાભ ઉઠાવે તો ફાયદો મળી શકે એમ છે. પરંતુ તે માટે થોડી જાગૃતિ જરૃરી છે.
વેપારીઓને ધંધાના ટર્નઓવર પ્રમાણે વકગ કેપિટલ તરીકે રુ.
25 લાખથી લઈને 5 કરોડ સુધીની રકમની જરૃર પડતી હોય છે,એમ સુરત મર્કન્ટાઇલ
એસો.ના પ્રમુખ નરેન્દ્ર સાબુએ કહ્યું હતું.

જુદી
જુદી રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓએ સંપર્ક કરીને વેપારીઓને
8.50થી 10.50 ટકાના દરે વકગ કેપિટલ માટે ફંડ આપવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારી ઓને એમએસએમઈનો દરજ્જો આપ્યાં પછી
, બેન્કોનો અભિગમ પણ બદલાયો છે.

વેપારીઓ
ધંધા માટે નાણાંની જરૃર પડે તો
,
અન્યો પાસેથી હાથ ઉછીના તરીકે ફંડ મેળવે છે. આનો વ્યાજદર બેંકોના
સમાંતર હોય છે. ઊંચા વ્યાજ દરે ફંડ મેળવવાનું વેપારીઓને પાલવે એમ નથી. કેમકે ધંધો
ખૂબ જ પાતળો થયો છે. કમાણી થઈ શકતી નથી. જોકે
, હવે
રાષ્ટ્રીયકૃત બેન્કો વેપારીઓને નાણાં ધીરવા માટે આગળ આવી હોવાથી
, વેપારીઓનું કામ સરળ બનશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s