સુરત: રાત્રી સમયે દેમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારના લોકોની હાલત કફોડી


– પરવતના પાદર ગામના વીસ પરિવારનું મધ્ય રાત્રીએ સ્થળાંતર

– રાત્રીના સમયે પાલિકાના કર્મચારીઓ દોડતાં રહ્યાં મેયર અને સ્થાનિક કોર્પોરેટરો પણ દોડયા, સવારે 500 ફુડ પેકેટ અપાયા

સુરત,તા. 19 જુલાઈ 2021,સોમવાર 

સુરતમાં ગઈકાલ સાંજથી શરૂ- થયેલા દેમાર વરસાદના કારણે નીચાળવાળા કેટલાક વિસ્તારની હાલત કફોડી થઈ ગઈ હતી. મ્યુનિ.ના વરાછા અને લિંબાયત ઝોનમાં વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતાં લોકોની મુશ્કેલી વધી હતી. રાત્રીના બે વાગ્યે પરવત ગામના પાદર ફળિયા હળપતિવાસમાં પાણીનો ભરાવો થતાં પાલિકાએ વીસ પરિવારનું સ્થળાંતર કરાવ્યું હતું. દેમાર વરસાદના કારણે પાણીનો ભરાવો થતાં પાલિકા તંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. પાલિકાના સ્ટાફ સાથે સાથે મેયર એન સ્થાનિક કોર્પોરેટરો પણ પાણી ભરાયા તે વિસ્તારના લોકો માટે કામગીરી કરતા નજરે પડયા હતા.

સુરત મ્યુનિ. વિસ્તારમાં ગઈકાલે સાંજતી શરૂ થયેલા તોફાની વરસાદના કારણે ખાડીના લેવલ ઉંચા આવ્યા હતા આ ઉપરાંત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. મોડી રાત્રીએ બે વાગ્યે લિંબાયત ઝોનમાં આવેલા પરવટ ગામના પાદર ફળિયામાં પાણી ભરાયા હતા. આ અંગેની ખબર મળતાં લિંબાયત ઝોનના અધિકારી- કર્મચારીઓ રાત્રીમાં જ પહોંચી ગયાં હતા. આ કર્મચારીઓની સાથે મદદ માટે સ્થાનિક કોર્પોરેટર દિનેશ પુરોહિત પહોંચ્યા હતા. આ વિસ્તારના વીસ પરિવારોને રાત્રી દરમિયાન સીટી બસની મદદથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.  આજે સવારે સણિયા હેમાદ ખાતે આવેલા હળપતિ વાસમાં પાછળના ભાગથી પાણીનો ભરાવો થતાં તંત્ર એલર્ટ થયું છે. જોકે સ્થળાંતરની હાલ કોઈ જરૂર ન હોવાથી સ્થળાંતર કરાયું નથી પરંતુ 500 જેટલા ફુડ પેકેટ બનાવીને વિતરણ કરવામા ંઆવ્યું છે. 

મોડી રાત્રીના નિચાણવાળા વિસ્તારમાં પાણીના ભરાવાનો કોલ મળતાંની સાથે જ પાલિકા તંત્ર સતત દોડતું રહ્યું હતું. તેમની સાથે સ્થાનિક કોર્પરેટરો અને મેયર હેમાલી બોઘાવાલા પણ મધ્ય રાત્રીએ રસ્તા પર અધિકારીઓ સાથે જોવા મળ્યા હતા. તેઓની સુચના બાદ પાલિકા તંત્રએ જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં કામગીરી કરી હતી. આ વરસાદના કારણે રેલ્વેના તમામ ગરનાળાઓમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી. પાલિકાના અધિકારીઓએ જુદી જુદી જગ્યાએ પમ્પ મુકીને પાણીના નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, વહેલી સવારથી વરસાદનું જોર ઓછું થવા સાથે વરસાદ બંધ થતાં તંત્રએ રહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હજી પણ ખાડીઓ છલોછલ વહેતી હોવાથી પાલિકાનું ટેન્શન યથાવત જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s