સુરત: ભારે વરસાદ-પાણીના ભરાવાથી ટ્રાફિક જામની સ્થિતિ


– સુરતમાંથી પસાર થતી ખાડી ઓવર ફ્લોઃ અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા

– સણીયા હેમાદ બેટમાં ફેરવાયું: એક બસ પાણીમાં ફસાતા ગામલોકોએ બસને બહાર કાઢી

સુરત,તા. 19 જુલાઈ 2021,સોમવાર 

સુરત શહેર અને જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓ બન્ને કાંઠે વહેતી થઈ છે. કેટલીક જગ્યાએ ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. રસ્તા પર પાણીનો ભરાવો હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ થઈ રહી છે. સુરતના ખાડી કિનારે આવેલા કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતાં લોકોની મુશ્કેલી વધી હતી. સુરત મ્યુનિ.માં સમાવિષ્ટ ખાડી કિનારાના સણિયા હેમાદ કામ ખાડીના પાણીના કારણે બેટમાં ફેરવાયું હતું. આ વિસ્તારામં એક બસ પાણીમાં ફલાતા ગામ લોકોએ ટ્રેકટરની મદદથી બસને સલામત બહાર કાઢી હતી.

શહેર અને જિલ્લામાં ગઈકાલથી પડેલા દેમાર વરસાદના કારણે સુરત જિલ્લામાથી આવતી અને સુરતમાંથી પસાર થતી ખાડીઓ ઓવર ફ્લો થઈ ગઈ હતી. શહેરના  ખાડી કિનારે આવેલા કેટલાક વિસ્તારમાં ખાડના પાણી ફરી વળ્યા હતા. પાલિકામાં હાલ સમાવિષ્ટ થયેલું સણિયા હેમાદ ગામ ખાડી કિનારે આવ્યું છે આ ગામની બાજુમાંથી પસાર થતી ખાડીનું પાણી સીધું ગામમાં આવી જતાં ગામ બેટમાં ફેરવાયું હતું. ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા હોવા છતાં એક બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતાં બસ ફસાઈ ગઈ હતી. આ અંગેની જાણ ગામ લોકોને થતાં ગામના લોકો ટ્રેકટર લઈને પહોંચી ગયા હતા. ખાડીના પાણીમાં ફસાયેલી બસને ગામ લોકોએ ટ્રેકટરની મદદથી સલામત રીતે બહાર કાઢી હતી.

આ ઉપરાંત ખાડીના પાણી ગોડાદરા, પરવટ તથા અન્ય કેટલાક વિસ્તારમા ફરી વળ્યા હતા. ટ્રાફિકથી ધમધમતાં રસ્તા પર એકથી દોઢ ફુટ જેટલો પાણીનો ભરાવો થતાં સવારે સુરતના આ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. રસ્તા પર પાણીનો ભરાવો થતાં નોકરી ધંધા માટે જતાં લોકોને હાલાકી થઈ હતી. પાણીનો ભરાવો ખાલી કરવા માટે પાલિકાએ અનેક જગ્યાએ ડિવોટરીંગ પમ્પ મુક્યા હતા પરંતુ ખાડીના પાણીનો ફ્લો વધુ હોવાથી પાણી ઓસરવામાં મુસ્કેલી પડી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s