સુરત: ચોમાસા પહેલાં કરાયેલી ડ્રેજીગની કામગીરીથી રાહત


– લિંબાયત ખાડીના ડ્રેજીંગના કારણે માધવનગરમાં પાણી નહી ભરાયા

– ગયા વર્ષે 8 મીટરનું લેવલ હતું ત્યારે લોકોના ઘરમાં બે ફુટ પાણી હતા આ વખતે 8.2 મીટર હોવા છતાં માત્ર રોડ પર જ પાણી

સુરત,તા.19 જુલાઈ 2021,સોમવાર 

સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડીનુ ચોમાસા પહેલા થયેલા ડ્રેજીંગ કારણે પરવટ ગામ અને માધવનગર વિસ્તારમાં ભારે વરસાદ છચાં પાણીનો ભરાવો થયો ન હતો. ચોમાસા પહેલાં ગેરકાયદે બનેલો બ્રિજ દુર કરવા સાથે પાળા બનાવવાની કામગીરી થતાં ખાડી છલોછલ વહેતી હોવા છતાં ગત વર્ષની સરખાણીમાં  સ્થિતિમાં સુધારો આવતાં સ્થાનિકો સાથે મ્યુનિ. તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો,.

સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોનમાંથી પસાર થતી ખાડી નજીક આવેલા માધવબાગ સોસાયટી પર વર્ષો પહલા ગેરકાયદે બનેલા બ્રિજના કારણે ખાડીનું પાણી ચોમાસામાં અવરોધાતું હતું. આ ઉપરાંત ખાડીમાં ડ્રેજીંગ ન થયું હોવાથી પણ વધુ વસરાદ આવે તો સોસાયટીના લોકોના ઘરોમાં પાણીનો ભરાવો થઈ જતો હતો. જોકે, આ વિસ્તારમાં પાણીના ભરાવાની ફરિયાદ સાથે સ્થાનિક કોર્પોરેટર દિનેશ પુરોહિતે રજુઆત કરીને ચોમાસા પહેલાં જ ખાડીમાં અનેક જગ્યાએ ડ્રેજીંગ કરાવ્યું હતું. આ ઉપરાંત માધવ બાગ નજીક બનાવેલો ગેરકાયદે બ્રિજ પણ તોડી પાડવામા આવ્યો હતો. આ કામગીરી સાથે સાથે કેટલીક જગ્યાએ પાળા બનાવવાની કામગીરી બાકી હતી તે બનાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે ગત વર્ષથની સરખામણીમાં આ વર્ષે સ્થિતિમાં સુધારો થયો છે.

સુરત શહેર સહિત જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડીનું લેવલ વધ્યું હતું. રાત્રીના બે વાગ્યે 7.2 મીટરે ખાડનું લેવલ હતું ત્યાર બાદ ધોધમાર પડેલા વરસાદના કારણે ખાડીનું લેવલ 8.2 મીટર થઈ ગયું હતું. જેના કારણે 7.50 મીટરે ખાડીનું ફ્લડનું સાઈરન વાગી ગયું હતું. આ ખાડી 8.2 મીટર પર વહી રહી છે ત્યારે માધવ બાગ તથા આસપાસના વિસ્તારના રસ્તા પર એકથી દોઢ ફુટ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. જોકે, ગયા વર્ષે ખાડીનું લેવલ આઠ ફુટ પર ગયું હતું ત્યારે લોકોના ઘરમાં બેથી અઢી ફુટ પાણીનો ભરાવો થયો હતો. આ પાણીનો ભરાવે પરવટ ગામથી થાય છે ત્યાં આ વર્ષે હજી પણ પાણીનો ભરાવો થયો નથી. 

પાલિકાએ ડ્રેજીગની કામગીરી તો સારી કરી છે પરંતુ પાણીને ઉલેચવા માટે  ડિવોટરીંગ પમ્પ મુકાયા છે. પરવટ ગામ પર ડિવોટરીંગ પમ્પની સારી કામગીરીના કારણે પાણીનો ભરાવો થયો નથી. પરંતુ માધવ બાગ ઋશી વિહાર ખાતે મુકવામા આવેલા ડિવોટરીંગ પમ્પ મુકવામાં આવ્યા હતા પરંતુ ટેકનીકલ કારણોથી પમ્પ શરૂ ન થતાં પાણીનો ભરાવો થયો છે. આ પાણીનો ભરાવો દુર કરવા માટે નવા પમ્પ મુકવાની કામગીરી  હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s