સુરતમાં વેક્સિનની રામાયણ, ટોકન લેવા લોકો મળસ્કે ચાર વાગ્યાના ઉભા રહે છે લાઇનમાં


– વેક્સિનેશન સેન્ટર પર માત્ર 100 ડોઝ, પણ લોકોની લાંબી કતાર

સુરત,તા.19 જુલાઈ 2021,સોમવાર

કોરોનાના ત્રીજા વેવથી બચવા માટે સુરતીઓ વેક્સિન લેવા ઉતાવળા બન્યાં છે. પરંતુ સરકાર પાસે વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી સુરતમાં રોજ વેક્સિનની રામાયણ થઈ રહી છે. લોકો વેક્સિનના ટોકન માટે વહેલી સવારે ચાર વાગ્યે લાઇનમાં ઉભા રહે છે છતાં વેક્સિન માટે તો કર ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

સરકારે મહા વેક્સિનેશન અભિયાનની જાહેરાત કરી મોટી વાહવાહ મેળવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વેક્સિન માટે સરકારને અભિનંદન આપતી જાહેરાતો જોવા મળે છે. પરંતુ આવા હોર્ડિંગ્સની આજુબાજુના વેક્સીનેશન સેન્ટર પર પણ લોકોને વેક્સિન મળતી નથી.

કોરોનાની ત્રીજી વેવથી ગભરાયેલા સુરતીઓ વેક્સિનના ડોઝ માટે મરણિયા બની રહ્યા છે. જોકે સરકાર સુરતને વેક્સિનનો પુરતો જથ્થો ન મોકલતી હોવાથી લોકો અને પાલિકા કર્મચારીઓ વચ્ચે રોજેરોજ ઘર્ષણ થઇ રહ્યું છે. સરકારે લોકોને વેક્સિન માટે જાગૃત કર્યા બાદ હવે વેક્સિનનો જથ્થો ફાળવવામાં ગલ્લાંતલ્લાં કરી રહી છે. જાગૃત બનેલા લોકો વેક્સિનના ટોકન માટે મળસ્કે ચાર વાગ્યાથી કેટલાક વેક્સીનેશન સેન્ટર પર પહોંચીને લાઇન લગાવે છે. બીજી તરફ જથ્થો પુરતો ન હોવાથી દરેક સેન્ટર પર મર્યાદિત લોકોને જ વેક્સિન અપાતા હોબાળો થઈ રહ્યો છે. આજે પણ મહાનગરપાલિકાના લસકાણા ગામ ખાતે લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા. જોકે મર્યાદિત જથ્થા હોવાને કારણે અનેક લોકોએ પાછા ફરવું પડી રહ્યો છે. આવી સ્થિતિ રોજેરોજ થઈ રહી હોવાથી સુરતને વેક્સિનનો વધુ જથ્થો ફાળવવા માટેની માંગ ઉઠી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s