3 હજાર કરદાતાને નોટીસ ફટકારતા મામલો કોર્ટમાં જવાની તજવીજની સંભાવના-સુરત

નવા કાયદા અમલી બનવા છતાં  જુના કાયદા હેઠળ પુનઃઆકારણી કેસોમાં 50 લાખથી વધુની આવક કરદાતાએ છુપાવી હોવાનું આયકર અધિકારીએ સાબિત કરવું પડ

એપ્રિલ-2021થી
અમલી બનેલા આઈટી એક્ટ હેઠળ છેલ્લાં ત્રણ વર્ષના જ કેસ રીઓપન કરવાના હોવાનો કાયદો
હોવા છતાં ઈન્કમ ટેક્સ વિભાગે જુના કાયદા હેઠળ 3 હજાર જેટલા કેસોમાં કરદાતાઓને
નોટીસ ફટકારતાં મામલો કોર્ટના દરવાજે પહોંચે તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી
હોવાની વિગતો સાંપડી છે.

ઈન્કમ
ટેક્સ એક્ટના એપ્રિલ-2021થી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ 50 લાખથી વધુ આવક
ડીસ્ક્લોઝ ન કરી હોય તો જ જુના ત્રણ વર્ષના કેસો રીઓપન કરી શકાશે.તેમ છતાં ઈન્કમ
ટેક્સ વિભાગે ત્રણ હજાર કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવતા મામલો અદાલત સુધી પહોંચે
તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.સીએ મીતીશ મોદીએ જણાવ્યું હતું કે હાલમાં
આકારણી વર્ષ-2014-15 અને 2015-16 માટે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા અનેક કરદાતાઓને
તા.31 મી માર્ચ 2021 પછી પુનઃ આકારણી નોટીસ ઈન્કમ ટેકસના જુના કાયદા હેઠળ બજાવવામાં
આવી છે.ઈન્કમ ટેક્સ વિભાગના અર્થઘટન મુજબ સીબીડીટી દ્વારા 31 મી માર્ચ 2021ના
નોટીફિકેશન મુજબ નોટીસ જારી કરવાની સમયમર્યાદા 30 મી જુન 2021 સુધી લંબાવવામાં આવી
છે.જેથી જુના કાયદાની જોગવાઈ હેઠળ 31 મી માર્ચ 2021 પછી પણ પુનઃ આકારણીની નોટીસ
જારી કરી શકાય.જેના કારણે સુરત સહિત દેશભરમાં અનેક કરદાતાઓને પુનઃઆકારણીની નોટીસ
હેઠળ આવરી લેવાયા છે.

અલબત્ત
આવી પુનઃ આકારણીની જુની જોગવાઈ હેઠળ ફટકારવામાં આવેલી નોટીસને દિલ્હી
,મુંબઈ,કલકત્તા હાઈકોર્ટમાં કાનુની પડકાર ફેંકવામાં આવ્યો છે.જેમાં હાલ પુરતા
તમામ નોટીસની કાર્યવાહીને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવા
અંગે  નિર્દેશ આપવામાં આવ્યો છે.બીજી
તરફસુરતના કરદાતાઓ તથા કરવેરા નિષ્ણાંત વર્તુળોમાંથી પણ પોતાના ક્લાયન્ટની
બજાવવામાં આવેલી નોટીસના મામલે અદાલતના દ્વારા ખખડાવવાની તજવીજ હાથ ધરવામાં આવી
છે.સીએ વિરેશ રૃદલાલે જણાવ્યું હતું કે સુરત તથા દક્ષિણ ગુજરાતમાં આશરે3૩ હજાર
જેટલા કરદાતાઓને પુનઃ આકારણીની નોટીસ ફટકારવામાં આવી છે.અલબત્ત નોટીસ ફટકાર્યા બાદ
અધિકારીએ જ સાબિત કરવાનું રહેશે કે કરદાતાએ તા.1-4-2021 પહેથી પાછલા ત્રણ વર્ષ
પહેલાના જુના કેસોમાં 50 લાખથી વધુની આવક છુપાવી છે.જો તે સાબિત કરવામાં નિષ્ફળ
જાય તો કરદાતાને ખોટી રીતે પરેશાન કરવાના મામલે કોર્ટની ટકોર કે કડક કાર્યવાહીનો
પણ આયકર અધિકારીને સામનો કરવો પડે તો નવાઈ નહીં

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s