1.65 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ


-સુરત

ટેક્ષટાઈલના
ધંધામાં દલાલી કરતા ધંધાકીય સંબંધમાં હાથ ઉછીના આપેલા ૨.૩૦ લાખના પાર્ટ પેમેન્ટ
પેટે આપેલા ચેક રીટર્નનો કેસ સાબિત

ટેક્ષટાઈલ
માર્કેટમાં ધંધાકીય સંબંધોના નાતે હાથ ઉછીના આપેલા નાણાંની આંશિક ચુકવણી પેટે
આપેલા 1.65 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે દોષી ઠેરવી એડીશ્નલ ચીફ
જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે એક વર્ષની કેદ
,ફરિયાદીને ચેકની દોઢ
ગણી રકમ 2.47 લાખનું વળતર ત્રીસ દિવસમાં ચુકવવા હુકમ કર્યો છે.જો આરોપી વળતર ન
ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

પરવટ
પાટીયા સ્થિત મહાવીર નગરમાં રહેતા ફરિયાદી શીવદાન સુખદાન દેપાવત તથા ઉજીના
ટેક્ષટાઈલના આરોપી માલિક વિજયસિંઘ જબ્બારસિંઘ રાઠોડ (રે.તિરૃપતિ ટેક્ષટાઈલ માર્કેટ
,મોટી બેગમવાડી,રીંગરોડ)ને ટેક્ષટાઈલ માર્કેટમાં દલાલી કરવા દરમિયાન ધંધાકીય સંબંધો
બંધાયા હતા.જે દરમિયાન આરોપીને સપ્ટેમ્બર-2014ના રોજ ધંધાકીય હેતુ માટે નાણાંકીય
જરૃર પડતાં રૃ.2.30 લાખ ફરિયાદી પાસે હાથ ઉછીના લીધા હતા.જેના પાર્ટ પેમેન્ટ પેટે
આરોપી વિજયસિંઘ રાઠોડે રૃ.82,500
ના બે ચેક લખી આપ્યા
હતા.જેને ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા આરોપીના ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે
પરત ફર્યા હતા.જેથી ફરિયાદી શીવદાન દેપાવતે સમીર શાહ તથા જીગર દેસાઈ દ્વારા આપેલી
નોટીસનો અમલ ન કરતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

છેલ્લાં
સાતેક વર્ષ પહેલાં થયેલા નાણાંકીય વ્યવહાર સંબંધિત ચેક રીટર્ન કેસની આજે અંતિમ સુનાવણી
હાથ ધરવામાં આવી હતી.જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદ પક્ષે આરોપીના નકારાયેલા
ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું નિઃશકપણે પુરવાર કરતાં આરોપી વિજયસિંઘ રાઠોડને
ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s