દમણથી રૂ.5.25 લાખનો 3336 બોટલ દારૂ ભરેલી ટ્રક સુરત સુધી પહોંચી ગઈ


– ભેસ્તાનમાં ટ્રકમાંથી દારૂ ઉતારી મોપેડ પર સગેવગે કરાતો ત્યારે પોલીસ ત્રાટકી

– સુરતના વિવિધ વિસ્તારો માટે દમણથી નાઝીરે દારૂ ભરાવ્યો હતો

સુરત, : પાંડેસરા પોલીસે શુક્રવારે સાંજે દમણથી સુરતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા ટ્રકમાં આવેલો દારૂ ભેસ્તાન ભગવતીનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઉતારી મોપેડ પર સગેવગે કરતા પાંચને ઝડપી પાડી રૂ.5.25 લાખનો દારૂ, ટ્રક, મોપેડ વિગેરે મળી કુલ રૂ.18.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પાંડેસરા પોલીસે શુક્રવારે સાંજે ભેસ્તાન ભગવતીનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર જે/77 ના પાછળના ભાગે ગોડાઉનની સામે રેઇડ કરી હતી. પોલીસ પહોંચી ત્યારે ત્યાં પાર્ક કરેલી ટ્રક ( નં.ડીડી-03-એમ-9262 ) માંથી દારૂ ઉતારી ત્રણ મોપેડ પર સુરતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવા માટે મૂકી રહ્યા હતા. પોલીસે નિરવકુમાર દિનેશભાઇ પટેલ ( ઉ.વ.30, રહે. ફલેટ નં. બી/201, રાધેક્રિષ્ના રેસીડેન્સી, ફાયર સ્ટેશનની સામે, ડીંડોલી, સુરત. મુળ રહે.ખીમીયાણા, પટેલવાસ, જી.પાટણ ), સમશેર ઇશરાર ખાન ( ઉ.વ.27, રહે. રૂમ નં.11, બાબુભાઇની ચાલી, મસલ ચોક, ભીમપુર, દમણ. મુળ રહે.ઉત્તરપ્રદેશ ), બાદલ કાનજીભાઇ રાઠોડ ( ઉ.વ.19, રહે. મામાદેવ મહોલ્લો, ખરવાસા ગામ, ડીંડોલી, સુરત ), ભરત સુરેશભાઇ પાટીલ ( ઉ.વ.33, રહે. મકાન નં.287, લક્ષ્મીનારાયાણ, ડીંડોલી, સુરત ) અને રીન્કુ શંભુસીંગ ( ઉ.વ.28, રહે.મકાન નં.17, ક્રિષ્ણાભાઇની ચાલી, દલવાળા, એરપોર્ટ રોડ, દમણ. મુળ રહે.ઉત્તરપ્રદેશ ) ને ઝડપી લીધા હતા.

રૂ.5,25,120 ની મત્તાની વ્હીસ્કીની 3336 બોટલ સાથે રૂ.10 લાખની મત્તાની ટ્રક, ત્રણ મોપેડ, 7 મોબાઈલ ફોન, રોકડા રૂ.92 હજાર મળી કુલ રૂ.18,49,620 નો મુદ્દામાલ કબજે કરી દમણથી દારૂ મોકલનાર નાઝીરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s