જુલાઇના પખવાડીયાના અંતમાં પણ ગ્રેના તાકાનો નિકાલ નહી થતા ચિંતા

-કોરોનાની
ત્રીજી લહેરની વકીથી સિન્થેટીક ફેબ્રિકનો વપરાશ કરતા લોઅર કલાસ અને મિડલ ક્લાસ સુધીના
વર્ગ તરફથી ખરીદી નિકળી નથી

સુરત, 

જુલાઈનો અડધો મહિનો નીકળી ગયો
છે અને ગ્રે બજારમાં હજુ કોઈ સળવળાટ નહીં હોવાને કારણે, કારખાનેદારોની ચિંતા વધી ગઈ
છે. ઓગસ્ટથી શરૃ થતા તહેવારો માટેની ખરીદી જુલાઇના પ્રથમ પખવાડિયાના અંતથી શરૃ થવાની
આશા હતી. પરંતુ તાકાઓનો નિકાલ થયો નથી.

કારખાનેદારો બહુ મોટી આશા રાખીને
બેઠાં હતાં કે, જુલાઈથી કામકાજમાં વધારો થશે. બહાર ગામની ખરીદીનો લાભ કાપડ બજારને મળશે
અને ગ્રે તાકાઓનો પણ નિકાલ થશે. કોરોનાનો ત્રીજો વવ આવી રહ્યો છે, એવી ચેતવણીને કારણે
પણ કામકાજમાં સુધારો આવતો નથી. સ્કૂલ-કોલેજ શરૃ નહીં થાય ત્યાં સુધી, રાબેતા મુજબની
પરિસ્થિતિ ઉભી થશે નહીં, એમ મનાય છે. કારખાનેદારો પાસે મોટા જથ્થામાં તાકાઓનો ભરાવો
થયો છે. માંડ ૧૫ ટકા જેટલો માલનો નિકાલ થઈ શક્યો છે. વેપારીઓની ખરીદી ખપ પુરતી છે.
યાર્નના ભાવમાં વધારો થયાં પછી ગ્રેની ખરીદી પર એકાએક બ્રેક લાગી ગઇ છે.

હકીકતમાં તો, ગ્રેની ખરીદી રોકવામાં
આવી હોવાને, કારણે કારખાનેદારો પર દબાણ ઓર વધતા ભાવમાં બાંધછોડ પણ કરી રહ્યા છે. મિડલ
ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને લોઅર ક્લાસમાં હજુ પણ કોરોનાના ત્રીજા વવનો ડર હોય એવું
ચિત્ર છે. રિચ ક્લાસ મુક્ત થઈને હરીફરી રહ્યો છે. રિચ ક્લાસ કોટન ફેબ્રિક વધુ પસંદ
કરે છે, જ્યારે લોઅર ક્લાસથી મિડલ ક્લાસ સુધીનો વર્ગ સિન્થેટીક ફેબ્રિકનો વપરાશ કરે
છે. તેથી જ હજુ આ વર્ગ તરફથી સિન્થેટિક ફેબ્રિકની ખરીદી નીકળી નથી. જ્યાં સુધી ખરીદી
નીકળશે નહીંં, ત્યાં સુધી કાપડ બજારમાં રોનક આવવાની નથી, એવો સૂર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s