પાંચ યુવાને તલવાર-છરાથી બે યુવાનને ઉપરાછાપરી ઘા ઝીંકતા એક ગંભીર


– લાલ દરવાજા વિસ્તારમાં ઝઘડાની અદાવતમાં

– શ્રમજીવી લબરમુછીયો મિત્ર સાથે બુલેટ પર જતો હતો ત્યારે લાલ દરવાજા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક આંતરી હુમલો કર્યો

સુરત, : સુરતના લાલ દરવાજા પટેલવાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવી લબરમુછીયો ગુરુવારે મધરાત બાદ મિત્ર સાથે બુલેટ પર જતો હતો ત્યારે અગાઉના ઝઘડામાં તેઓ હાજર હતા તેવું માની બાઈક અને મોપેડ પર આવેલા પાંચ યુવાનોએ તેમને લાલ દરવાજા બીઆરટીએસ બસ સ્ટેશન નજીક આંતરી તલવાર-છરાથી હુમલો કરી ઉપરાછાપરી ઘા ઝીંકતા એકને ગંભીર ઈજા થઈ હતી. મહિધરપુરા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલ દરવાજા પટેલવાડી જાહેર શૌચાલયની ઉપર રહેતો 19 વર્ષીય સંજય લલીતભાઇ રાઠોડ છૂટક મજૂરી કરે છે અને તેના માતાપિતા લાલ દરવાજા બ્રિજ નીચે રહી મજૂરીકામ કરે છે. ગતરાત્રે 10.30 વાગ્યે સંજય પોતાના ઘરે મિત્ર અજય ગામીત સાથે હાજર જતો ત્યારે અગાઉ તેમના મિત્ર ઉત્તમ માલીયાનો જેની સાથે ઝઘડો થયો હતો તે વસ્તાદેવડી રોડનો મેહુલ રાઠોડ, ખાન સાહેબના ડેલામાં રહેતો સાહીલ ઉર્ફે પોટલો, સુનીલ બાઠીયો, હિતેશ ઉર્ફે બટકો અને મેહુલનો લાલ વાળવાળો કારીગર તેમની આજુબાજુ નજર નાંખી ચાલ્યા ગયા હતા. બાદમાં રાત્રે 1.30 વાગ્યે સંજય અને અજય મિત્ર ઉત્તમ માલીયાનું બુલેટ લઈ પટેલવાડીથી નીકળી ગોટાલાવાડી તરફ જતા હતા ત્યારે લાલ દરવાજા બ્રીજ ઉતરતા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે મેહુલને સાથે આવેલા સાહીલે બાઈક ઓવરટેઈક કરી તેમની બુલેટની આગળ ઉભી રાખી દીધી હતી.

બુલેટ ચાલવતા અજયે બુલેટ અટકાવી તે સાથે પાછળ મોપેડ પર હાથમાં તલવાર અને રેમ્બો છરા સાથે આવેલા સુનીલ, હિતેશ અને મેહુલના કારીગરને જોઈ સંજય ભાગવા માંડયો હતો. હિતેશ અને મેહુલના કારીગરે તેનો પીછો કરી પીઠના ભાગે બે-ત્રણ ઘા મારી દીધા હતા. જયારે અજયને મેહુલ અને સાહીલે તલવાર અને છરાથી માથામાં અને શરીરે ઉપરાછાપરી ઘા ઝીંકતા તે રોડ પર જ પડી ગયો હતો. ગભરાયેલો સંજય ભાગીને મિત્ર વિકાસના ઘરે પહોંચ્યો હતો અને વિકાસે મિત્ર રવિ બહેરાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યાં અજયની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા મહિધરપુરા પોલીસે સંજયની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદમાં સંજયે જણાવ્યું હતું કે હુમલાખોરોને શંકા હતી કે ઉત્તમ માલીયા સાથેના ઝઘડા વખતે તેઓ હાજર હતા તેથી હુમલો કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s