તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં 14 આરોપીઓ સામે કેસ કાર્યવાહીનો પ્રારંભ



-સુરત

ભોગ બનનાર 22 પૈકી પાંચ વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરની સરતપાસ તથા ઉલટ તપાસ પુરીઃ વધુ સુનાવણી 27 જુલાઈએ

સુરતના
ચકચારી તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડમાં સંડોવાયેલા કુલ 14 પૈકી 13 આરોપીઓ વિરુધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી પુરી થયા
બાદ આજથી કેસ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આજે સરકારપક્ષે ભોગ બનનાર 22 વિદ્યાર્થીઓ
પૈકી પાંચ મૃત્તક વિદ્યાર્થીઓનું પી.એમ.કરનાર તબીબની સરતપાસ લીધા બાદ બચાવપક્ષે ઉલટ
તપાસની કાર્યવાહી પુરી કરતાં કોર્ટે વધુ સુનાવણી આગામી તા.27મી જુલાઈ સુધી મોકુફ રાખી
વધુ પાંચ તબીબ સાક્ષીઓની જુબાની હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

બે વર્ષ
પહેલાં સરથાણાના તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગમાં 22 જેટલા
વિદ્યાર્થીઓના આગમાં ભુંજાઈ જવાથી તથા આગથી બચવા બિલ્ડીંગ પરથી કુદકો મારતા થયેલી
ઈજાથી મોત નિપજ્યા હતા. ક્રાઈમ બ્રાંચે તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગના ગેરકાયદે
બાંધકામમાં ટયુશન ક્લાસીસ ચલાવતા ભાર્ગવ બુટાણી
, બિલ્ડર્સ દિનેશ વેકરીયા, હરસુખ વેકરીયા, રવિન્દ્ર કહાર, સવજી પાઘડાળ, જીગ્નલ પાઘડાળ તથા ગેરકાયદે બાંધકામને
મંજુરી આપનાર સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી પરાગ મુન્શી
, વિનુ પરમાર, જયેશ સોલંકી, અતુલ
ગોરસાવાલા
, હિમાંશુ ગજ્જર, ફાયર
અધિકારી કીર્તિ મોઢ
, સંજય આચાર્ય, ડીજીવીસીએલના
અધિકારી દિપક નાયક વગેરે 14 આરોપીઓ વિરુધ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલભેગા
કર્યા હતા.

આજે
આરોપીઓ વિરુધ્ધ કેસ કાર્યવાહીનો વિધીવત્ પ્રારંભ થયો હતો. સરકારપક્ષે ખાસ નિયુક્ત
સરકારી વકીલ પી.એન.પરમારે  આજે આ
કરૃણાંતિકાનો ભોગ બનેલા 22 પૈકી પાંચ વિદ્યાર્થીઓનું પોસ્ટમોર્ટમ કરનાર સ્મીમેર
હોસ્પિટલના ડૉ.જયેશકુમાર હંસરાજ કાનાણીને ફરિયાદપક્ષના સાક્ષી તરીકે સરતપાસ લીધી
હતી. જે દરમિયાન તબીબી સાક્ષીએ ફરિયાદપક્ષના કેસની હકીકતને સમર્થનકારી જુબાની
આપ્યા બાદ આરોપીઓના બચાવપક્ષ દ્વારા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી. અંદાજે અઢી
કલાક સુધી તબીબી સાક્ષીની જુબાની પુરી થયા બાદ કોર્ટે આ કેસની વધુ સુનાવણી તા.27મી
જુલાઈ સુધી મોકુફ રાખવા નિર્દેશ આપ્યો છે.જે કોર્ટ મુદત દરમિયાન ફરિયાદપક્ષે વધુ
પાંચ તબીબ સાક્ષીઓની જુબાની લે તેવી સંભાવનાનો નિર્દેશ આપ્યો છે.

 

સરકારપક્ષે 96 દસ્તાવેજી પુરાવા રજૂ કરી સાક્ષીઓનું લીસ્ટ રજૂ
કર્યું હતું

છેલ્લાં બે વર્ષોથી આરોપીઓના બચાવપક્ષ અને સરકારપક્ષ વચ્ચે સ્થાનિક
અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધી ચાલેલી કાનુની લડતના લીધે નિયત સમયમાં ચાર્જશીટ
રજુ થયા બાદ ચાર્જફ્રેમની કાર્યવાહી તાજેતરમાં પુરી થવા પામી હતી. અલબત્ત એક આરોપી
અતુલ ગોરસાવાલાને બાદ કરતાં બાકીના 13 આરોપીઓ વિરુધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી પુરી
કરવામાં આવી હતી. સરકારપક્ષે આ કેસમાં 96 જેટલા વિવિધ દસ્તાવેજી પુરાવા રજુ કરવા સાથે
સાક્ષીઓનું લીસ્ટ રજુ કર્યું હતુ.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s