ગોપી માર્કેટમાં ઠગાઈ કરનાર સેલ્સમેનને અર્ધનગ્ન કરી માર મારી વિડીયો બનાવ્યો


– કાપડ માર્કેટના દુકાનદારે સ્ટાફને હુકમ કર્યો, નંગા કરકે મારો

– ખરદાર પ્રેક્ટીસ નામક દુકાનમાં નોકરી કરતા 23 વર્ષના સેલ્સમેને મહિલા વેપારી પાસે ઓનલાઇન રૂ.16 હજાર લઈ માલ મોકલ્યો નહોતો

સુરત, : સુરતના રીંગરોડની ગોપી માર્કેટમાં ખરદાર પ્રેક્ટીસમાં નોકરી કરતા સેલ્સમેને છેતરપિંડી કરતા તેને દુકાનદારે નગ્ન કરવા કહેતા અન્ય કર્મચારીઓએ માર મારી કપડાં કઢાવી દુકાનની બહાર લઈ જઈ વિડીયો ઉતાર્યાની ઘટના બની હતી. વરાછાના યુવાન સેલ્સમેને મહિલા વેપારી પાસે ઓનલાઈન રૂ.16 હજાર લઈ માલ મોકલ્યો નહોતો અને મહિલા આજે દુકાને ફરિયાદ કરવા આવ્યા બાદ બનેલી આ ઘટનામાં પોલીસ માર્કેટમાં પહોંચતા યુવાને દુકાનદાર અને ત્રણ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા ત્રિકમનગર સ્થિત ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો 28 વર્ષીય રાકેશ મહેન્દ્રભાઈ જૈન રીંગરોડની ગોપી માર્કેટમાં દુકાન નં. 1006-1010 માં રાજુભાઈની માલિકીની દુકાન ખરદાર પ્રેક્ટીસમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. આઠ મહિના પહેલા મહિલા વેપારી જમરુતબી ખ્વાજાહુસેન શેખ આવતા રાકેશે તેમને કમિશનથી માર્કેટમાંથી માલ અપાવ્યો હતો. તે સમયે રાકેશે મોબાઈલ નંબર આપ્યો હોય જમરુતબીએ સંપર્ક કરી માલ મંગાવતા રાકેશે ઓનલાઇન રૂ.16 હજાર મંગાવી રૂ.25 હજારનો માલ મોકલવાનો વાયદો કર્યો હતો. પણ માલ મોકલ્યો નહોતો. આથી જમરુતબી આજે સવારે 11.30 વાગ્યે રાકેશને શોધતા તેની દુકાને આવ્યા હતા અને વેપારી રાજુભાઈને મળ્યા હતા. રાજુભાઈએ ઓફિસમાં બોલાવી પૂછતાં રાકેશે જમરુતબીની દિકરી સાહીનાએ મની ટ્રેન્સફરથી પૈસા મોકલ્યાની અને તેમને માલ નહીં મોકલી તે પૈસા વપરાઈ ગયાની કબૂલાત કરી હતી.

આથી વેપારી રાજુભાઈએ રાકેશને નંગા કરકે મારો તેમ કહેતા આગળ દુકાનમાં કામ કરતા ટાઇગરભાઈ, પીન્ટુભાઇ, સુર્યાભાઈએ ગાળો આપતા તેને માર મારવાનું શરૂ કર્યું હતું અને કપડાં ઉતારવા કહેતા રાકેશે મારથી બચવા જાતે જ કપડાં ઉતારી દીધા હતા. બાદમાં તેઓ અર્ધનગ્ન રાકેશને પકડી દુકાનની બહાર લઈ ગયા હતા અને પીન્ટુભાઈએ તેમના મોબાઈલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જોકે, તે સમયે જ સલાબતપુરા પોલીસ ત્યાં પહોંચતા તેઓ ભાગી ગયા હતા. પોલીસ રાકેશને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને તેની ફરિયાદના આધારે વેપારી રાજુભાઈ અને ત્રણ કર્મચારીઓ ટાઇગરભાઈ, પીન્ટુભાઇ, સુર્યાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તેમની અટકાયત કરી હતી.

ટી.ટી.માર્કેટમાં સાઉથના વેપારીના હાથમાં ચોરનું બોર્ડ પકડાવી ફેરવનારા વેપારી સહિત બેની ધરપકડ

ગતરોજ છેતરપિંડી કરનાર દ.ભારતના એક વેપારીને રીંગરોડની ન્યુ ટી.ટી.માર્કેટમાં અર્ધનગ્ન કરી ચોરના બોર્ડ સાથે ફેરવવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં સલાબતપુરા પોલીસે ગતરાત્રે વિડીયો વાયરલ થયા બાદ તપાસ હાથ ધરી હતી. પોલીસને વેપારીને માર્કેટમાં ફેરવ્યો તે વિડીયો ઉપરાંત દુકાનમાં ગોંધી તેને ધમકી આપી ત્રણ વ્યક્તિ બિભત્સ વર્તન કરતા હોય તેવો પણ વિડીયો મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે ઘટના રીંગરોડની ન્યુ ટી.ટી.માર્કેટમાં દુકાન નં.એફ-113 માં આવેલી લીલા સારીઝમાં બની હતી. આથી પોલીસે જાતે ફરિયાદી બની લીલા સારીઝના માલિક ચંદ્રકાન્ત મણિલાલ જૈન, શિવાભાઈ, સોહમભાઈ અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધી વેપારી ચંદ્રકાન્ત જૈન અને સોહમભાઈની ધરપકડ કરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s