આજે સુરતમાં બપોરે બરાબર 12.45 કલાકે પડછાયો તમારો સાથ છોડી દેશે

-ઝીરો શેડો ડે ની આ ખોગળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે 

-અમૂક સેકન્ડ સુધી પડછાયો ગાયબ રહેશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

એવુ કહેવાય છે જીવનમાં પડછાયો ક્યારેય સાથ નથી છોડતો. પણ
હકીકતમાં વર્ષમાં બે વાર તમારો પડછાયો તમારો સાથ છોડી દે છે. અવકાશમાં એવી ઘણી બધી
ચકીત કરી દેનારી ખગોળીય ઘટના બનતી હોય છે જે પૈકી આ એક છે. જેનું નામ છે
, ઝીરો શેડો ડે. સુરતમાં શનિવારે ઝીરો શેડ ડે અંતર્ગત બપોરે
૧૨.૪૫ વાગ્યે અમૂક સેકન્ડો માટે પડછાયો જોવા મળશે નહી.

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:normal;”>સાયન્સ સેન્ટરનાં ખગોળવિદ હિમાંશુ દેસાઇના જણાવ્યા અનુસાર ૧૭
જુલાઈ ૨૦૨૧ના રોજ  બપોરે ૧૨.૪૫ કલાકે સુરતમાં
ઝીરો શેડો ડે ની ઘટના સર્જાશે. જેમાં પડછાયો અમૂક સેકન્ડ સુધી દેખાશે નહી. આ વૈજ્ઞાાનિક
ઘટના વિશે વિસ્તૃત માહિતી આપતા તેમણે કહ્યુ કે વર્ષમાં બે વાર આ ઘટના સર્જાય છે. જેમાં
આકાશમાં સૂર્ય તેના ઉચ્ચતમ સ્થાને પહોંચે ત્યારે અમુક ક્ષણો પુરતો પડછાયો સાથ મૂકી
દે છે. જેને ઝીરો શેડો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન
તરફ ગતિ દરમિયાન સૂર્ય ૨૩.૫ અંશે આવતા આ ઘટના સર્જાય છે. વૈજ્ઞાાનિક ભાષામાં સન ડેક્લીનેશન
અને પૃથ્વીના લેટીટયુડના સંયોગથી આ ઘટના બને છે. ૨૩.૫ ડિગ્રીથી ઉપર આ ઘટના જોવા મળતી
નથી. સુરતમાં ૨૧.૧૪ ડિગ્રીએ હોવાથી દર વર્ષે આ ઘટના અહીં જોવા મળે છે. સૂર્યની કિરણો
પુથ્વી પર જ્યાં સીધા પડતા જાય છે ત્યાં ત્યાં તે ખાસ સ્થળો પર બરાબર બપોરે શૂન્ય પડછાયો
સર્જાય છે. બરાબર એ જ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ સૂર્ય પાછા ફરતી વખતે બરાબર મધ્ય સમયે
તે જ અક્ષાંશ પર ફરીથી શૂન્ય પડછાયો સર્જાય 
છે. હાલમાં સૂર્ય દક્ષિયાયન તરફ ગતિ રહ્યો છે. સામાન્ય સંજોગોમાં આ દિવસે શાળાઓમાં
આ સમયે ખાસ કાર્યક્રમો રાખવામાં આવે છે પણ હાલ કોરોનાના કારણે મોટા ભાગની શાળાઓ બંધ
હોવાથી કોઇ ખાસ આયોજન નથી. આ વૈજ્ઞાાનિક ખગોળીય ઘટના છે તેેને અંધશ્રદ્ધામાં ન ખપાવવા
વૈજ્ઞાાનિકો દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s