લાલગેટના મકાનનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી રૂ.1.70 લાખની ચોરી


– ભરચક વિસ્તારમાં ધોળે દિવસે ચોર ઘૂસ્યો 

– કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી

સુરત, : સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી મહિલાના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશેલો ચોર બેડરૂમમાં કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી રોકડા રૂ.1.08 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.70 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લાલગેટ બેન્ક ઓફ બરોડાની સામે ઘર નં.11/1649 સાદેકા એપાર્ટમેન્ટના બીજા માળે 11 વર્ષીય પુત્રી સાથે રહેતા 29 વર્ષીય રુકસારબાનુના પાંચ વર્ષ અગાઉ છૂટાછેડા થયા છે. સગરામપુરા પુતળી મલબારીનો ટેકરો ખાતે બ્યુટી પાર્લરમાં નોકરી કરતા રુકસારબાનુ ગત મંગળવારે બપોરે બે વાગ્યે ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારી નોકરી ઉપર ગયા હતા. રુકસારબાનુ નોકરીએ ગયા બાદ ચોર બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશેલો ચોર બેડરૂમમાં કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી રોકડા રૂ.1.08 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.70 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.

રાત્રે 9 વાગ્યે રુકસારબાનુ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને ચોરીની જાણ થઈ હતી. તેમણે બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. પહેલા રુકસારબાનુએ પોતાની રીતે તપાસ કરી હતી. બાદમાં ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s