બ્લેક ફંગસના ઇન્જેક્શનના બહાને રૂ. 1 લાખ પડાવનાર ભેજાબાજની ધરપકડ


– મ્યુકોર માઇકોસિસની સારવાર માટેના એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન અપાવવાના બહાને અમદાવાદના ઠગે પૈસા પડાવ્યા હતા

સુરત
પાલનપુર પાટીયાના એલઆઇસી એજન્ટને મ્યુકોર માઇકોસીસની સારવારના લિપોસોમલ એમ્ફોટેનિસિન બી ઇન્જેક્શન અપાવવાની લાલચ આપી એડવાન્સ પેટે ઓનલાઇન 1 લાખ રૂપિયા પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર કાળાબજારીયાનો અડાજણ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી પુછપરછ હાથ ધરી છે.
પાલનપુર પાટીયાની તિરૂપતી સોસાયટીમાં રહેતા એલઆઇસી એજન્ટ રીતેશ રસીકલાલ મોદી (ઉ.વ. 42) ને ગત એપ્રિલ મહિનામાં મ્યુકોર માઇકોસીસ થતા અડાજણ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મ્યુકોર માઇકોસિસની સારવાર માટે જરૂરી લિપોસોમલ એમ્ફોટેનિસિન બી ઇન્જેક્શન ખરીદવા સોશ્યિલ મિડીયા પર ફરતા થયેલા મેસેજના આધારે અમદાવાદના મેડીકલ સ્ટોર ધારક હર્ષદ પરમારને કોલ કર્યો હતો. હર્ષદે ઇન્જેક્શનના પેમેન્ટ પેટે એડવાન્સ 1 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ અમદાવાદ પહોંચેલા રીતેશના બે મિત્રોને ઇન્જેક્શનની ડિલીવરી મળી ન હતી. પરંતુ હર્ષદની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી રીતેશે અડાજણ પોલીસમાં ફરીયદા નોંધાવી હતી. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે હર્ષદ પુનમભાઇ પરમાર (ઉ.વ. 33 રહે. રજીયાબીબીની ચાલ, ભાગ્યેશ નગરની બાજુમાં, સત્તાધાર રોડ, અમરાઇવાડી, અમદાવાદ) કબ્જો મેળવી પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા બે કર્મચારીની સાંઠગાંઠમાં હર્ષદ ઇન્જેક્શનના કાળાબજાર કરતો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s