બેંક બેલેન્સ માત્ર 6.77 રૂપિયા અને લોનના હપ્તા ઓનલાઇન ભર્યા: હરાજી અટકાવવા બેંક લોનના હપ્તા ભરપાઇ કર્યાની બોગસ રસીદો બનાવી


– ઓનલાઇન હપ્તામાં સહી-સિક્કાની જરૂર નથી તેમ છતા સહી-સિક્કાવાળી બોગસ રસીદ બનાવી, હરાજી અટકાવવા બેંકને ધમકી ભર્યો પત્ર પણ લખ્યો હતો

સુરત
ઘોડદોડ રોડની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોમલોન ભરપાઇ નહીં કરતા મિલકત હરાજીની પ્રક્રિયા અટકાવવા લોનની રકમ ભરપાઇ કર્યાની બોગસ રસીદો બનાવી વકીલ હસ્તક બેંકને નોટીસ ફટકારવા ઉપરાંત પોતાની જાતને કંઇ કરી લેવાનો ધમકી ભર્યો પત્ર લખનાર લોનધારકની પોલીસે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યો છે.
સરથાણાની અનમોલ પાર્ક હાઉસીંગ સોસાયમાં રહેતા ગોપાલ હસમુખ નસીત, હસમુખ બાવચંદ નસીત (ઉ.વ. 54 મૂળ રહે. બાલાપુર, તા. બગસરા, જિ. અમરેલી) અને ગીતાબેન હસમુખ વર્ષ 2018માં ઘોડદોડ રોડ સ્થિત પ્રકાશ સોસાયટીમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી હોમલોન લીધી હતી. પરંતુ લોનના હપ્તા સમયસર ભરપાઇ નહીં કરતા બેંક દ્વારા માર્ચ 2020માં મિલકત જપ્તીની નોટીસ ઇસ્યુ કરી હતી. લોનધારકોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા પરંતુ કોર્ટ દ્વારા પણ મિલકત હરાજી કરવાનો આદેશ આપ્યો હતો. જેથી ગોપાલ નસીતે મિલકત હરાજીની પ્રક્રિયા અટકાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રકાશ સોસાયટીની શાખામાં લોનની બાકી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી ભરપાઇ કર્યાની બેંક શાખાના સહી-સિક્કાને સ્કેન કરી બોગસ રસીદો બનાવી વકીલ મારફતે બેંકને નોટીસ આપી હતી.

આશ્ચર્યની બાબત એ છે કે ગોપાલના બેંક એકાઉન્ટમાં માત્ર 6.77 રૂપિયા બેલેન્સ હતી તે સમયે ઓનલાઇન પેમેન્ટના ટ્રાન્જ્કેશનની સહી-સિક્કા વાળી રસીદો રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં સહી-સિક્કાની જરૂર નથી તેમ છતા પોતાના વકીલ હસ્તક નોટીસનો પ્રત્યુત્તર આપ્યો હતો. ઉપરાંત ગોપાલે બેંકને ધમકી ભર્યો પત્ર લખીલોનની સિક્યુરીટી પેટે જે દસ્તાવેજો બેંક પાસે છે તે પરત આપવા અન્યથા હસમુખ નસીત પોતાની જાતને કંઇ કરી લેશે તેવી ધમકી આપી હતી. આ પ્રકરણમાં હસમુખ આગોતરા જામીન મેળવી હાજર થયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s