એસીબીના કેસનો સાક્ષી દારૂના નશામાં જ ટીમ સાથે બેસી ગયો

– ગાંધીનગર FSLમાં વોઈસ સ્પેકટ્રોગ્રાફી માટે ટીમ નીકળી હતી 

– ગાડીમાં વાસ આવતા પાલેજ પાસે ખબર પડી

સુરત, : સુરત એસીબીની ટીમ આજે સવારે ત્રણ કેસના ફરિયાદી, સાક્ષી અને આક્ષેપિતને સરકારી વાહનમાં લઈ ગાંધીનગર એફએસએલમાં વોઈસ સ્પેકટ્રોગ્રાફી માટે જતી હતી ત્યારે રસ્તામાં સરકારી વાહનમાં દારૂની વાસ આવતા એકબીજાને ચકાસ્યા તો સાક્ષી પીધેલો હોય પાલેજ પોલીસ મથકમાં રીપોર્ટ કરી કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત એસીબીમાં નોંધાયેલા ત્રણ કેસમાં ફરિયાદી, સાક્ષી અને આક્ષેપિતની વોઈસ સ્પેક્ટ્રોગાર્ફી માટે આજરોજ ગાંધીનગર એફએસએલમાં મુદ્દત હોય સુરત એસીબીની ટીમ તેમને સરકારી વાહનમાં લઈ સવારે સુરતથી નીકળી હતી. દરમિયાન, 8.30 ના અરસામાં સરકારી વાહનમાં દારૂની વાસ આવતી હોય એસીબીની ટીમે અને ફરિયાદી, સાક્ષી અને આક્ષેપિતે એકબીજાને ચકાસ્યા તો સાક્ષી વિનોદ ઉદયભાઈ આહીર ( રહે. મકાન નં.417-418, ક્રિષ્ણા પાર્ક, સોસાયટી, આસપાસ, ગોડાદરા, સુરત. મૂળ રહે. દરબાર ફળીયું, જુના એસ.ટી.સ્ટેન્ડ પાસે, સાવરકુંડલા, જી.અમરેલી ) પીધેલો મળ્યો હતો.

આથી સુરત એસીબીની ટીમ 10.20 કલાકે તેને લઈ પાલેજ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને વિનોદને સોંપી રીપોર્ટ કરતા પાલેજ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s