શોપીંગ બાદ ઓકે ક્રેડિટ એપનો ઉપયોગ કરી પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી


– બે શોપમાંથી રૂ.27 હજારના કપડાં લઈ ગયેલા અમદાવાદના બે ગઠિયા ઝબ્બે

– એપ્લિકેશન ડિજિટલ ખાતાવહી જેવી, પેમેન્ટના રિમાઈન્ડર તૈયાર કરી મેસેજ કરાતો હોવાથી બેકાર લબરમૂછીયાને ઠગાઈનો આઈડિયા આવ્યો

સુરત, : સુરતના રેડીમેઈડ ગારમેન્ટ શોપમાં ઓનલાઈન પેમેન્ટનો ખોટો મેસજ બતાવીને રૂ.27 હજારની ખરીદી કરી ફરાર થયેલા અમદાવાદના બે ગઠિયાને ઝડપી લેવાયા છે. બંને ગઠીયા ઓકે ક્રેડીટ એપનો ઉપયોગ કરી પેમેન્ટનો ખોટો મેસેજ બનાવી વેપારીઓને છેતરે છે.

શહેરના મદારીવાડમાં રહેતા 24 વર્ષીય મોહંમદ વકાર મોહમંદ હનીફ શેખની વરીયાવી બજાર સ્થિત રેડીમેઈડ કપડાંની દુકાન મિસ્ટર કિંગમાંથી ઓનલાઈન પેમેન્ટનો ખોટો મેસેજ બતાવી બુલેટ પર આવેલા બે ગઠીયા રૂ.20 હજારના કપડાં લઈ ફરાર થઈ ગયા હતા.બંનેએ આ રીતે જ અન્ય એક દુકાનમાંથી પણ રૂ.7265 નું કાપડ ખરીદી છેતરપિંડી કરી હતી. દરમિયાન, આ ફરિયાદ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ અને કોન્સ્ટેબલ નિકુલસિંહને મળેલી બાતમીના આધારે પીએસઆઇ અમીન અને ટીમે જીલાની બ્રિજ વેડ દરવાજા પાસેથી બેકાર મોઈન અકબરભાઈ છીપા ( ઉ.વ.19, રહે. ફ્લેટ નં.5, રેહાન એપાર્ટમેન્ટ, મોહન તળાવ પાછળ છીપા સોસાયટી, દાણીલીમડા, અમદાવાદ ) અને મજૂરીકામ કરતા અસ્પાક ઉર્ફે દીનો કાળુભાઈ મેમણ ( ઉ.વ.30, રહે. ઘર નં.24, શેખાવતી પ્લાઝા, દાણીલીમડા ચાર રસ્તા, બી.આર.ટી.એસ. બસ સ્ટેશન સામે, અમદાવાદ ) ને ઝડપી પાડી તેમની પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પુછપરછમાં બંનેએ જણાવ્યું કે, છેતરપિંડી માટે તેઓ ઓકે ક્રેડીટ એપનો ઉપયોગ કરે છે. આ એપ ડીજીટલ ખાતાવહી જેવી છે. તેમાં પેમેન્ટના રિમાઈન્ડર તૈયાર કરી મેસેજ કરાય છે. તેનો ઉપયોગ કરી છેતરપિંડી કરવાનો આઈડીયા બેકાર લબરમૂછિયા મોઇનનો હતો. સાત માસ અગાઉ અમદાવાદમાં પાસા હેઠળ જેલમાંથી છૂટેલો અસ્પાક હોડી બંગલા વિસ્તારમાં રહેતી બહેનના ઘરે મોઈન સાથે અમદાવાદથી આવ્યો હતો અને તેઓ અસ્પાકના ભાણેજનું બુલેટ લઈ બંને દુકાનમાં ગયા હતા. બંનેએ આ રીતે પાનના ગલ્લાવાળાઓ સાથે નાનકડી છેતરપિંડી કરી બાદમાં મોટી છેતરપિંડી કરી હતી. વધુ તપાસ પીએસઆઈ પી.આર.અમીન કરી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s