માતાએ વતન જવાની ના પાડતા સચીનમાં યુવાન પુત્રએ આપઘાત કર્યો

– બીજા
બનાવમાં સલાબતપુરામાં વૃદ્ધનો ફાંસો ખાઇ લીધો

        સુરત :

સચીનમાં
બુધવારે વતન મહારાષ્ટ્ર ખાતે જવાની માતાએ ના પાડતા નાસિપાસ થયેલા ૨૦ વર્ષીય યુવાન પુત્રએ
ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.બીજા બનાવમાં સલાબતપુરામાં વૃધ્ધે કોઇ કારણસર ગળે
ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં સુડા ફેકટર ખાતે સાંઇનાથમાં રહેતો ૨૦ વર્ષીય
પ્રેમ કાશીરાવ વડવીએ બુધવારે બપોરે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો
હતો.  પાડોશીની નજર પડતા તરત નીચે ઉતારીને
સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો
હતો.પોલીસ સુત્રોએ કહ્યુ કે પ્રેમને વતન મહારાષ્ટ્ર જવાની ઇચ્છા હતી.પણ તેની માતા
પાસે પૈસા નહોવાથીના પાડી હતી. તેથી તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ.સચીન
પોલીસે તપાસ આદરી છે.બીજા બનાવમાં સલાબતપુરામાં અગ્યારી મોહલ્લામાં રહેતા ૬૪
વર્ષીય વિનોદચન્દ્ર હરકિશનદાસ ધુધરાવાલાએ બુધવારે સાંજે ઘરમાં કોઇ કારણ ટેન્સનમાં
આવીને પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.  નવી સિવિલમાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા
હતા. તે છુટક કામ કરતા હતા. તેમના સંતાનમાં એક પુત્ર હીરામાં અને એક પુત્ર નોકરી
કરે છે
. સલાબતપુરા
પોલીસે તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s