પુત્રવધુની હત્યાના કેસમાં સસરાની વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરવા કોર્ટની મંજુરી


-સુરત


આરોપી મેહુલ લાખાણીના મોબાઇલમાં પાંચ વ્યક્તિ સાથે નેહાની હત્યા અંગે વાતચિત કર્યાના ઓટોરેકોર્ડ થયેલા ઓડિયો મળ્યા

ઉધના
પોલીસે હત્યાના ગુનાના આરોપી વિરુધ્ધ ચાર્જશીટ રજુ થયા બાદ જેલવાસ ભોગવતા આરોપીના મોબાઈલના
કોલ રેકોર્ડીગમાં આરોપીએ હત્યા સંદર્ભે પાંચ વ્યક્તિઓ સાથેની વાતચીત ઓટોમેટીક રેકોર્ડ
થઈ હતી.જેથી પોલીસે એફએસએલના રિપોર્ટના આધારે આરોપીના વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીની પરવાનગીની
માંગ કરતી અરજીને આજે એડીશ્નલ સેશન્સ જજ રાજદિપસિંહ દેવધરાએ મંજુર કરતો હુકમ કર્યો
છે.

ઉધના ભીમગરમાં
એસએમસી આવાસમાં રહેતા તથા બ્લડ બેંકમાં નોકરી કરતાં ફરિયાદી મયુર સુરેશ મોરેની પત્ની
નેહાએ ડીવોર્સ લેતા તેની અદાવતમાં મયુરના પાલક પિતા મેહુલ બદરૃ લાખાણી (ખોજા)એ તા.18-6-20ના
રોજ નેહાના ઘરના બેડરૃમમાં ઘુસીને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. મેહુલ લાખાણીની ધરપકડ
બાદ ચાર્જશીટ પણ કરી દેવાયું છે. તે દરમિયાન આરોપીના મોબાઇલમાં પાંચ વ્યક્તિ સાથે નેહાની
હત્યા અંગેની વાતચિત ઓટોમેટીક રેકોર્ડ થયેલી મળી હતી. એફએસએલને મોબાઇલ મોકલી કોલ રેકોર્ડિંગની
સીડી બનાવાઇ હતી. અને પી.આઇ વી.બી.દેસાઇએ આરોપી મેહુલ લાખાણીએ કરેલા એકસ્ટ્રા જ્યુડીશ્યલ
કન્ફેશનની વાતચીત બાબતે સ્પેક્ટ્રોગ્રાફીની પરવાનગી માંગી હતી.

જેના
વિરોધમાં બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીને પોતાની વિરુધ્ધના પુરાવા આપવા માટે
ફરજ પાડી શકાય નહીં. આરોપીની અંગતતાને અસર થતી હોય તો તેવી તપાસને બંધારણે પણ
પ્રતિબંધિત કરી છે. જ્યારે એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે વોઈસ
સ્પેકટ્રોગ્રાફીના લીધે તપાસ કોઈ એક તારણ સુધી પહોંચે તેમ છે. જેના સમર્થનમાં
સુપ્રિમ કોર્ટના રીતેશ સિંહાના કેસમાં પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતને ટાંક્યો હતો.
જે મુજબ વ્યક્તિના મૂળભૂત  અધિકાર મુજબ
અંગત હિતની તુલનાએ વિશાળ જાહેર હિત વધુ મહત્વનું છે. જેથી કોર્ટે આરોપીને વોઈસ
સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ કરવા પરવાનગી માંગતી તપાસ અધિકારીની અરજી પર મંજુરીની મહોર
મારતો હુકમ કર્યો હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s