સુરત સિટીમાં 5 અને ગ્રામ્યમાં 2 સાથે નવા 7 કેસ : 10 ને રજા

મ્યુકોર માઇકોસિસમાં નવા ચાર કેસ, ચારને સર્જરી

સુરત, : સુરતમાં સોમવારે સિટીમાં નવા 5 અને ગ્રામ્યમાં 2 સાથે નવા 7 કેસ નોંધાયા છે. જયારે મ્યુકોર માઇકોસિસમાં નવા ચાર કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ મંગળવારે સિટીમા કોરોનામાં રાંદેર, વરાછા એ, વરાછા બી, કતારગામ , લીંબાયત અને અઠવામાં 1-1 કેસ સાથે 5 નવા કેસ નોંધાયા છે. સિટીમાં નવા 5 કેસ સાથે કુલ કેસ 1,11,309 અને મૃત્યુઆંક 1629 છે. ગ્રામ્યમાં નવા 2 મળી કુલ કેસ 32,076 અને મૃત્યુઆંક 484 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 1,43,385 અને મૃત્યુઆંક 2113 છે. સિટીમાં સાજા થનારા દર્દીઓનો આંક 1,09,621 અને ગ્રામ્યમાં 31,574 મળીને કુલ આંક 1,41,195 થયો છે.

મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલમાં આજે એકેય દર્દી સારવાર માટે દાખલ થયો નથી.સિવિલમાં હાલમાં 28 દર્દી વોર્ડમાં સારવાર હેઠળ છે. આજે ચાર સર્જરી થઇ હતી. સ્મીમેર હોસ્પિટલમાં નવા ચાર દર્દી નોંધાયા છે. હાલ 25 દર્દી સારવાર લઇ રહ્યા છે. આજે એકેય સર્જરી થઇ નહોતી. નવી સિવિલ અને સ્મીમેરમાં આજે એકેય મોત નથી. અત્યાર સુધીમાં સિવિલમાં 38 અને સ્મીમેરમાં 21 મળી કુલ 59 દર્દીઓ મોતને ભેટયા છે. નવી સિવિલમાં 19 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 5 દર્દીઓની અત્યાર સુધીમાં આંખ કાઢવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s