સુરતના માંગરોળમાં રાતે 3.5, મહુવામાં 1 ઇંચ વરસાદઃ દિવસે છુટાછવાયા ઝાપટા

– વાદળો
અને ઝરમર વરસાદને લીધે સુરતનું તાપમાન અઢી ડિગ્રી ઘટીને
31.4 ડિગ્રીઃ 10 કિ.મી.ની ઝડપે પવનો ફુંકાય


     સુરત

સુરત
જિલ્લામાં રાત્રીના માંગરોળ તાલુકામાં સાડા ત્રણ ઇંચ
, મહુવામાં 1 ઇંચ વરસાદી પાણી પડયા બાદ આજે દિવસના ફરી મેઘરાજા ધીમા પડતા વાદળછાયા વાતાવરણ
વચ્ચે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ શનિવારથી મેઘરાજાની બીજી ઇનિગ્સ શરૃ થઇ છે.
પરંતુ હજુ સુધી જોઇએ તેવો એકધારો વરસાદ કયાંય વરસ્યો નથી. સવાર સાંજ વાદળીયા
હવામાન વચ્ચે ટીંપ ટીંપ વરસાદ વરસી રહ્યો છે. સોમવારે દિવસના છુટોછવાયો વરસાદ
નોંધાયો બાદ રાત્રીના બે તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. જેમાં માંગરોળ
તાલુકામાં સાડા ત્રણ ઇંચ
,
મહુવામાં 1 ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. જયારે
આજે દિવસના સુરત શહેર સહિત સમ્રગ તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ વરસવાનું ચાલુ રહ્યુ હતુ.
જો કે દેમાર વરસાદ નહીં વરસતા ખેડુતો આવા વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.  સુરત શહેરમાં પણ આજે દિવસના છુટાછવાયા ઝાપટા
પડયા હતા.

<

p class=”12News”>દરમિયાન
સુરતનું તાપમાન અઢી ડિગ્રી ઘટી ગયું હતું. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ
આજે સુરતનું અધિકતમ તાપમાન
31.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.5
ડિગ્રી
, હવામાં 
ભેજનું પ્રમાણ
88 ટકા, હવાનું
દબાણ
0995.0 મિલીબાર દક્ષિણ દિશામાંથી કલાકના 10 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ સતત આકાશમાં વાદળો છવાયા હોવાથી
વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s