બોગસ પાસપોર્ટ-વિઝા કાંડમાં મોટા વરાછાના ઇરફાન પટેલને 5 દિવસના રિમાન્ડ-સુરત

 અમદાવાદ એટીએસના ઓપરેશનમાં ઇરફાને ભાડે રાખેલા મકાનમાંથી અન્યના નામના ત્રણ સહિત 24 પાસપોર્ટ, 26  વિઝાની નકલ મળી

સુરતના
મોટા વરાછામાંથી અન્યના નામના ત્રણ પાસપોર્ટ
,21 નંગ પાસપોર્ટ તથા 26 વિઝાની ઝેરોક્ષ નકલ
સહિત આઈટી એક્ટના ભંગ બદલ અમદાવાદ એટીએસે ઝડપેલા આરોપીને આજે સાત દિવસના રિમાન્ડની
માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો
છે.

સુરતના મોટા
વરાછા જાદવ ફળીયામાં ભાડાના મકાનમાં રહેતા 45  વર્ષીય આરોપી મોહમદ ઈરફાન ઉર્ફે સોલી
પટેલ ઐયુબ આદમ પટેલ દ્વારા બીજાના નામના બે બોગસ પાસપોર્ટ બનાવડાવી બોગસ વીઝા સહિતની
ઝેરોક્ષ પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખ્યા હતા. પોતાના મોબાઈલ ફોનમાં બોગસ પાસપોર્ટ
વીઝા બનાવી આપવા વોટસએપ ચેટ કર્યું હતું. તેમજ એક ફ્રી જાહેરાતની એપ્સમાં અશ્લિલ અને
મહીલાઓને વાંચીને ભ્રષ્ટ થાય તે પ્રમાણેની જાહેરાત પ્રસિધ્ધ કરી હતી.

અમદાવાદ
એટીએસની ટીમે તેના મકાનમાં છાપો મારીને 
અન્યના નામના ત્રણ સહિત 24 પાસપોર્ટ અને 26 વિઝાની નકલ પણ કબજે કરી હતી.
ઇરફાન પટેલ વિરુધ્ધ આઇ.ટી એક્ટના ભંગ
,
બોગસ પાસપોર્ટ-વિઝા રાખવા અંગે પોસઇ વી.વી.ભોલાએ ગુનો નોંધી ધરપકડ
કરી હતી. આજે અમદાવાદ એટીએસના પી.આઇ આર
.કે.રાજપૂતે આરોપી
ઇરફાન પટેલને સુરતની ટ્રાયલ કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
સુનાવણી દરમિયાન એપીપી સુમેશ રાઠોડે 
જણાવ્યું હતું કે આરોપીએ બીજાના નામના પાસપોર્ટ
, વિઝાની
ઝેરોક્ષ રાખવાનો હેતુ
, કોના કોના પાસપોર્ટ વિઝા કઈ આઈડીથી
બનાવ્યા છે. બોગસ પાસપોર્ટ વિઝાના અસલ દસ્તાવેજો કોના પાસે છે આ ગુનામાં અન્યની
સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની છે. આરોપી વિરુધ્ધ અમરોલી
,મહેસાણાના લાંઘણજ,મુંબઈ,ભરુચ
વગેરે પોલીસ મથકમાં ગુનાઈત ફોર્જરી વિશ્વાસઘાતના કારસા અંગેના ગુનાની ફરિયાદ
નોંધાઈ છે. તદુપરાંત વડોદરા કરજણ માં ચેક રીટર્નનો ગુનો નોંધાયો છે. રીઢા આરોપીની
સાત દિવસના રિમાન્ડમાં માંગ કોર્ટે અંશતઃ મંજુર કરી આરોપીને 5 દિવસના રિમાન્ડ
મંજુર કરતો હુકમ કર્યો છે.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s